• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Chief Minister Bhupendra Patel Telephoned The CM Of Uttarakhand To Help The Trapped Gujaratis, We Are In Constant Touch With The Administration: Patil

સુરક્ષા માટે પ્રયાસ:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતીઓની સહાય માટે ઉત્તરાખંડના CM સાથે ટેલિફોનિક વાત કરી, અમે સતત પ્રશાસનના સંપર્કમાં: પાટીલ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેદારનાથમાં ઘટાટોપ વાદળો છવાયેલાં છે. - Divya Bhaskar
કેદારનાથમાં ઘટાટોપ વાદળો છવાયેલાં છે.
  • કેદારનાથ પાસે ફસાયેલા છ ગુજરાતીઓ સલામત, હવામાન યોગ્ય થાય પછી હેલિકોપ્ટરથી નીચે લવાશે

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના પ્રવાસીઓ અટવાઈ ગયા છે. હાલમાં ત્યાંની સરકાર દ્વારા પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઉત્તરાખંડમાં હાલમાં એક હજારથી વધુ ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. ગૌરીકુંજથી 5 કિમી પહેલાં ફાંટા પાસે રસ્તા પર જ ખાનગી વાહનોમાં ગયેલા ગુજરાતી યાત્રીઓ અટવાયા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ફસાયેલા ગુજરાતીઓને જરૂરી મદદ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંગ ધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. સરકારે અટવાયેલા લોકો માટે એક હેલ્પલાઈન શરૂ કરી છે. 079 23251900 નંબર પર ગુજરાતીઓ યાત્રાળુઓની વિગત મેળવી શકાશે.

ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત
હાલમાં ઉત્તરાખંડમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સલામત છે. જ્યારે કેટલાક લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે. જે લોકો ખાનગી વાહનો લઈને ગયાં હતાં. તે લોકો રસ્તામાં ફસાઈ ગયાં છે. ગુજરાતના મુખ્યમંત્રીએ ત્યાંના પ્રશાસન સાથે વાતચીત કરીને જરૂરી સહાય પહોંચાડવા વિનંતી કરી છે. હાલમાં ઉત્તરાખંડમાં 100 જેટલા લોકો ફસાઈ ગયાં છે. જેમાં છ લોકો કેદારનાથ પાસે સલામત છે જેમને હાલ નીચે લાવી શકાય તેમ નથી. તેમને હવામાન યોગ્ય થયા બાદ હેલિકોપ્ટરથી નીચે લાવવામાં આવશે.

મુખ્યમંત્રીએ ઉત્તરાખંડના સીએમ સાથે ટેલફોનિક વાતચીત કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં થયેલ ભારે હિમવર્ષાને કારણે રાજ્યના યાત્રિકો ફસાયા છે તેના માટે તત્કાલ વ્યવસ્થા શરૂ કરવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરધામી સાથે સતત ટેલીફોનીક સંપર્ક શરૂ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને એમ પણ કહ્યું હતું કે, આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ પડખે રહી સૌની સલામતી માટે સતત પ્રયાસ કરી રહી છે. તેમણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામી સાથે ત્યાં ફસાયેલા ગુજરાતીઓ માટે જરૂરી મદદ સહાય માટે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી.

અમે સતત પ્રવાસીઓના સંપર્કમાં છીએઃ પાટીલ
ભાજપના પ્રદેશ પ્રમુખે ટ્વિટર પર વીડિયો ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં ઘટેલી કુદરતી હોનારત સંદર્ભે પ્રશાસન સાથે સતત ટેલિફોનિક સંપર્કમાં છું. જે યાત્રિકો ફસાયા છે એમનો સંપર્ક કરવાનાં અને ગુજરાતી ભાઇ-બહેનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવાનાં પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ સૌની સલામતી માટે સત્વરે યોગ્ય પગલા લેવાઇ રહ્યા છે. ઉત્તરાખંડમાં કુદરતી હોનારતને કારણે જે પ્રવાસીઓ ફસાયા છે એમની સુરક્ષા અને સલામતી માટે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ જે કામ થઇ રહ્યું છે એનાંથી આ તમામ લોકો ખૂબ જલ્દી સલામત રીતે પાછા આવી જશે એવો મને વિશ્વાસ છે.

અન્ય સમાચારો પણ છે...