સ્વામી વિવેકાનંદના જન્મજયંતીને દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ યુવા દિને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના ઓઈલ પેઈન્ટિંગને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા હતા. સ્વામી વિવેકાનંદ યુવાનો માટે આદર્શ અને પ્રેરણા સ્ત્રોત છે. જેથી તેમની જન્મજયંતી નિમિત્તે ભારતભરમાં 'રાષ્ટ્રીય યુવા દિવસ'તરીકે મનાવવામાં આવે છે.
રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં
આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરીયા, ભિખુસિંહ પરમાર સહિત ધારાસભ્યોએ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.