શુભેચ્છા મુલાકાત:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજયના પોલીસવડા સહિત IPS અધિકારીઓ સાથે મુલાકાત કરી નવા વર્ષના અભિનંદન પાઠવ્યા

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
IPS અધિકારીઓ સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી - Divya Bhaskar
IPS અધિકારીઓ સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
  • પોલીસવડા આશિષ ભાટિયા સહિતના પોલીસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ ભોજન કર્યું

આજે નવા વર્ષના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહીબાગ એનેક્ષી ખાતે ભાજપના કાર્યકરોના સ્નેહમિલનમાં હાજરી આપી હતી. એનેક્ષી ખાતે હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રીએ શાહીબાગ IPS મેસમાં રાજ્યના પોલીસ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. પોલીસવડા તેમજ અન્ય IPS અધિકારીઓએ પણ મુખ્યમંત્રીને મળી શુભેચ્છાઓ પાઠવી હતી. રાજયના પોલીસ વડા તેમજ IPS અધિકારીઓ સાથે તેઓએ બપોરનું ભોજન પણ IPS મેસમાં લીધું હતું.

કોરોના મહામારીના કારણે ગત વર્ષે IPS અધિકારીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો ન હતો. આ વર્ષે શાહીબાગ IPS મેસમાં યોજાયેલા નૂતન વર્ષ મિલન સમારોહમાં રાજય પોલીસ વડા આશિષ ભાટિયા, ગૃહ સચિવ પંકજકુમાર, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસવડા વીરેન્દ્રસિંહ યાદવ સહિત અમદાવાદ શહેરના તમામ સિનિયર અને જુનિયર IPS અધિકારીઓ હાજર રહી મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ પણ પોલીસના તમામ અધિકારીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપી તેઓની સાથે બપોરનું ભોજન લીધું હતું. IPS મેસમાં કરવામાં આવેલી રંગોળી પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.