નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ:ઇન્ડીયા સ્કિલ્સ-2021ની વેર્સ્ટન રિજીયનની સ્પર્ધાના 82 વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત કર્યા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વિજેતાઓને પુરસ્કાર આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - Divya Bhaskar
વિજેતાઓને પુરસ્કાર આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • વિજેતા થયેલા 82 સ્પર્ધકો ડિસેમ્બર 2021માં યોજાનારી ઇન્ડિયા સ્કિલ નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે

નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી આયોજિત ઇન્ડીયા સ્કિલ્સ-2021ની વેર્સ્ટન રિજીયનની સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માનિત કર્યા હતા. ઇન્ડીયા સ્કિલ્સ-2021ની પ્રાદેશિક સ્પર્ધામાં પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત-ગોવા-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-રાજસ્થાન રાજ્યોના 230થી વધુ યુવા સ્પર્ધકોએ 38 કૌશલ્યોમાં સ્પર્ધા કરી હતી. હવે 82 વિજેતાઓ ડિસેમ્બર-2021માં ઇન્ડીયા સ્કિલ નેશનલમાં પ્રતિનિધિત્વ કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્પર્ધાના યુવા સ્પર્ધકોને પ્રેરણા આપતાં કહ્યું કે, હરેક વ્યક્તિમાં નાનપણથી જ કોઇને કોઇ સ્કિલ રહેલી જ હોય છે. તેને યોગ્ય નિખાર આપવાની જરૂરિયાત હવે પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સ્કિલ ઇન્ડીયાથી થઇ છે. તેમણે ઉમેર્યુ કે, ‘ડિગ્નીટી ઓફ વર્ક’થી હર હાથને કામ હર કામનું સન્માન એ આધાર ઉપર જ પ્રધાનમંત્રી નયા ભારત-આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે.

230માંથી 82 સ્પર્ધકો વિજેતા થયા
230માંથી 82 સ્પર્ધકો વિજેતા થયા

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આવી સ્પર્ધાઓ માત્ર કોમ્પીટીશન જ નથી પરંતુ વિશ્વ સમક્ષ આપણી યુવાશક્તિ ગ્લોબલ યુથ બનીને ઉભરી આવે અને વિશ્વ જે ભાષામાં સમજે તે ભાષામાં વાત-સંવાદ કરી શકે તેવું પ્લેટફોર્મ પૂરૂં પાડે છે. મુખ્યમંત્રીએ યુવાશક્તિને દેશ અને રાષ્ટ્ર હિત ઉપયોગી કાર્યો કરીને આત્મનિર્ભર-સ્વાભિમાની ભારત બનાવવામાં યોગદાન આપવા પણ પ્રેરણા આપી હતી. તેમણે આ અંગે કહ્યું કે, આપણે જ્યાં હોઇએ ત્યાં દેશહિતનું એકાદ પણ કામ કરીએ. પાણી બચાવીએ. વીજળી બચાવીએ, પર્યાવરણ જાળવીએ તે એક પ્રકારે દેશ સેવા-રાષ્ટ્રહિત જ છે.

ભૂપેન્દ્ર પટેલે યુવાઓમાં રહેલી સ્કિલ અને સ્ટાર્ટઅપ ઇનોવેશનને યોગ્ય મંચ તથા તક આપવા રાજ્ય સરકાર સ્કિલ યુનિવર્સિટી, સ્ટાર્ટઅપ ઇનોવેશનનો વ્યાપ વધુ વિસ્તારવો જેવા આયોજનો કરી રહી છે તેની પણ ભૂમિકા આપી હતી. તેમણે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનો સંકલ્પ સિદ્ધ કરવા પણ આ તકે આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રીએ વિજેતા થયેલા અને સ્પર્ધામાં સહભાગી થયેલા સૌ યુવાઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની તસવીર

આ ત્રિદિવસીય સ્પર્ધામાં વિજેતા થયેલા 82 સ્પર્ધકો ડિસેમ્બર 2021માં યોજાનારી ઇન્ડિયા સ્કિલ નેશનલ સ્પર્ધામાં ભાગ લેશે. કુલ વિજેતાઓમાંથી 42 સ્પર્ધકોને રૂપિયા 21 હજારના રોકડ પુરસ્કાર સાથે ગોલ્ડ મેડલ, જ્યારે 40 સ્પર્ધકોને રૂપિયા 11000ના રોકડ પુરસ્કાર સાથે સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. ઇન્ડિયા સ્કિલ નેશનલના વિજેતાઓને ઓક્ટોબર 2022માં ચીનના શાંઘાઈમાં યોજાનારી વર્લ્ડ સ્કિલ ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવા તક મળશે.

અન્ય સમાચારો પણ છે...