અમદાવાદના સમાચાર:લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ: ઈસુદાન ગઢવી

અમદાવાદ2 મહિનો પહેલા
ઈસુદાન ગઢવી ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
ઈસુદાન ગઢવી ( ફાઈલ ફોટો)
  • UG કોમર્સમાં 31 જુલાઈ સુધી બાકી રહી ગયેલા વિદ્યાર્થી ઇ-રજીસ્ટ્રેશન કરાવી શકશે

બોટાદના બરવાળા ખાતે થયેલા લઠ્ઠાકાંડ મામલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાતમાં ખુબ જ દુઃખદ ઘટના ઘટી છે. લઠ્ઠાકાંડના કારણે 25થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજી 20 જેટલા લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં છે. આ ઘટનામાં સંપૂર્ણ બેદરકારી ભાજપ સરકારની છે. આ ઘટના પરથી ખબર પડે છે કે, ભાજપને સરકાર ચલાવતા આવડતી નથી. લોકોની સુરક્ષા જાળવતા આવડતી નથી. હું ગુજરાતની સલામતી માટે ગુજરાતની જનતા અને આમ આદમી પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીનું નૈતિકતા ધોરણે રાજીનામું માંગુ છું.

અમદાવાદ લાવવામાં આવેલા દર્દીઓ સ્ટેબલ થાય પછી પોલીસ નિવેદન લેશે
અમદાવાદ લાવવામાં આવેલા દર્દીઓ સ્ટેબલ થાય પછી પોલીસ નિવેદન લેશે

અનેક રજૂઆતો કરાઈ હતી પણ પગલાં ના લેવાયા
તેમણે વધુમાં કહ્યું હતું કે, બોટાદ, બરવાળા અને અમદાવાદ જિલ્લાના જે ગામોમાં આ ઘટના બની છે, તે ગામના લેટર પેડ પર મહિનાઓ પહેલા લખીને આપ્યું હતું કે, અહીંયા ખુબ દારૂ વેચાય છે. લઠ્ઠાકાંડ થવાની શક્યતાઓ છે, ખુબ ઝગડાઓ થાય છે, છતાંય સરકાર તરફથી તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. આ ઘટના ગુજરાતમાં પહેલીવાર ઘટી નથી. જ્યારથી ગુજરાતમાં ભાજપનું શાસન આવ્યું છે, ત્યારથી દર વર્ષે લઠ્ઠાકાંડની ઘટના સામે આવે છે અને લોકોના મોત થાય છે.

12 દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યાં
12 દર્દીઓને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યાં

12 જેટલા દર્દીઓને અમદાવાદ સિવિલ ખસેડાયા
આજે 12 જેટલા દર્દીઓને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યાં છે.અમદાવાદ સિવિલના તબીબો દ્વારા તેમને ડાયાલિસિસ સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. તેમની તબિયત સ્ટેબલ થયા બાદ પોલીસ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવશે. હાલ તેમને ઇમરજન્સી ICUમાં રાખવામાં આવ્યા છે. બીજી તરફ અન્ય કેટલાક દર્દીને પણ થોડા સમયમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ગઈ કાલ રાત્રે 11 વાગેથી સવારે 6 વાગે સુધીમાં 12 લોકોને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.

UG કોમર્સમાં વિદ્યાર્થી ઇ રજીસ્ટ્રેશન કરાવી શકશે
ગુજરાત યુનિવર્સિટીમાં UG કૉમર્સમાં એડમિશન પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે.હવે જે વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન બાકી હોય તેવા ગુજરાત અને CBSE બોર્ડ બંનેના વિદ્યાર્થીઓ માટે ફરીથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. 31 જુલાઈ સુધી વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન ફી ભરી શકશે. 4 ઓગસ્ટે પ્રોવિઝનલ મેરીટ જાહેર કરવામાં આવશે. 8 ઓગસ્ટે ફાઇનલ મેરીટ લિસ્ટ કહેર કરવામાં આવશે.12 ઓગસ્ટ સુધી પ્રક્રિયા પુરી થશે. LLBમાં પણ બાકી રહેલા સીટ પર ત્રીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.26 અને 27 જુલાઈએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.29 -30જુલાઈએ કોલેજ પર ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેશે.2 અને 3 ઓગસ્ટે કોલેજ દ્વારા મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવાનો રહેશે