સુનાવણી:​​​​​​​હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર છતાં લેન્ડ ગ્રેબિંગ મામલે ફરિયાદ નોંધાઈ, ચીફ જસ્ટીસે કચ્છના જિલ્લા કલેક્ટર સામે દર્શાવી નારાજગી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટની ફાઈલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટની ફાઈલ તસવીર
  • લેન્ડ ગ્રેબિંગ મામલે કચ્છમાં થયેલી ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં તેને પડકારવામાં આવી હતી

ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન ન કરવા બદલ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે કચ્છ જિલ્લા કલેકટર સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે સરકારી વકીલ દ્વારા ચીટનીશ દ્વારા ભૂલ થઈ હોવાનું નિવેદન આપ્યું. જેથી કોર્ટે ચીટનીશ સામે પગલાં લેવા કહ્યું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ આ મામલે એડવોકેટ જનરલને પણ ચીફ જસ્ટિસે ધ્યાન દોરતા કલેકટરના વલણ અંગે અણગમો વ્યક્ત કર્યો.

હકીકતમાં લેન્ડ ગ્રેબિંગ મામલે સુરતમાં થયેલી ફરિયાદને ગુજરાત હાઇકોર્ટમાં તેને પડકારવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ કોર્ટ સ્ટે ઓર્ડર કર્યો હતો, તેમ છતાંય 22 મી જાન્યુઆરીએ અરજદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી અરજદાર દ્વારા કન્ટેમ્પટ ઓફ કોર્ટ દાખલ કરવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સુરત જિલ્લા કલેકટરના વલણ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. કેસની સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોર્ટરૂમમાં એડવોકેટ જનરલ હાજર હતા. જેથી તેમને બોલાવી કહ્યું કે, ‘કલેકટર દ્વારા કોર્ટના આદેશનું પાલન નથી કરવામાં આવ્યું. કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો, તેમ છતાંય કમિટીએ ફરિયાદની ભલામણ કરી અને ફરિયાદ નોંધવામાં આવી છે'. જે બાબતની ગંભીરતાને જોતા એડવોકેટ જનરલે કહ્યું કે આ પ્રકારની ઘટના ન બનવી જોઈતી, કલેક્ટર સાથે તેઓ વાત કરશે.'

આ દરમિયાન ચીફ જસ્ટિસે કોર્ટ દ્વારા કરવામાં આવતા ઓર્ડર કેવી રીતે જે-તે વિભાગને પહોંચાડવા તે અંગે પણ સરકારી વકીલ સાથે પૂછપરછ કરી. કોર્ટે પૂછ્યું કે, તેમની પાસે કોર્ટનો ઓર્ડર મોકલવા માટેની વ્યવસ્થા છે. સાથે સાથે આ વાતનું પણ ધ્યાન રાખવા કહ્યું કે, જે દિવસે કોર્ટ આદેશ કરે છે, તે ઝડપથી સબંધિત વિભાગને પહોંચે તેનું ધ્યાન રાખવામાં આવે.'

અન્ય સમાચારો પણ છે...