તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SGVP ગુરુકુલે અન્નકૂટ:છારોડી SGVP ગુરુકુલે 200 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો, પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવશે

અમદાવાદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજનો 16મો પાટોત્સવ ઠાકોરજીને અભિષેક - શિક્ષાપત્રીનું પૂજન

SGVP ગુરુકુલ - છારોડી ખાતે, શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના 16મા પાટોત્સવ પ્રસંગે, તે પ્રસાદીભૂત અડાલજ વાવના જળને ઘડામાં ભરી લાવતા જલગરિયાનું ગુરુકુલ દરવાજે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 200 ઉપરાંત વાનગીઓના અન્નકૂટ ઠાકોરજીને ધરાવી, માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. અભિષેક બાદ સમૂહમાં શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવેલું હતું. માધવપ્રિયદાસજી સ્વામીએ શિક્ષાપત્રીનો મહિમા સમજાવ્યો હતો. સ્વામી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી દર વખતની જેમ અન્નકૂટનો તમામ પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવશે.

આજથી બસો વર્ષ પૂર્વ ભગવાન સ્વામિનારાયણ અને સંતો અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં પાંચસો પરમહંસો અને ભગવાન સ્વામિનારાયણ ઘણીવાર સ્નાન કરતા હતા. વસંત પંચમી શિક્ષાપત્રી જયંતીના રોજ વહેલી સવારે એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ માં વિરાજીત શ્રીરામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, વૈદિક મંત્રો સાથે ઠાકોરજીને અડાલજ વાવના પવિત્ર જળ, ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજને વહેલી સવારે અભિષેક કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો