તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Cheteshwar Pujara's Daughter Aditi's Third Birthday Celebration At Hotel, Wives And Children Of Team India Players Attended The Party, Cut Cakes And Played Various Games

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાર્ટી ઇન બાયોબબલ:ચેતેશ્વર પુજારાની પુત્રી અદિતિની ત્રીજી બર્થડેનું હોટેલમાં સેલિબ્રેશન, ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની પત્નીઓ અને બાળકોએ પાર્ટીમાં ભાગ લીધો, કેક કટિંગ કરીને વિવિધ ગેમ્સ પણ રમ્યા

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
સાંજે ખેલાડીઓના પત્નીઓએ મળીને હોટેલમાં પેપરપીંક થીમમાં પુજારાની દીકરીનો જન્મદિવસ ઉજવ્યો - Divya Bhaskar
સાંજે ખેલાડીઓના પત્નીઓએ મળીને હોટેલમાં પેપરપીંક થીમમાં પુજારાની દીકરીનો જન્મદિવસ ઉજવ્યો
 • તમામ ખેલાડીઓએ બ્રેકફાસ્ટ દરમિયાન કેક કાપીને પૂજારાની દીકરીનો જન્મદિવસ ઉજવ્યો
 • રોહિત શર્માની પુત્રીએ માઇકથી ગીત ગાઈને કહ્યું હતું કે, હેપ્પી બર્થડે અદિતિ

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે 2 ટેસ્ટમેચ અને 5 T20 મેચ યોજાવાની છે. અમદાવાદની હોટેલ હયાત રેજન્સીમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની ટીમ 1 મહિના માટે રોકાઈ છે. તો તેવામાં ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીની સાથે તેમના પરિવારના સભ્યો પણ રોકાયા છે. આ હોટેલમાં બાયોબબલ વ્યવસ્થા હોવાના કારણે ખેલાડીઓના પરિવારજનો પણ બહાર જઈ શકતા નથી અને તેની સાથે ખેલાડીને પણ માત્ર પ્રેક્ટિસ અને મેચ રમવા માટે જ હોટેલની બહાર જવા દેવામાં આવે છે.

અદિતિએ તેની ત્રીજી બર્થ ડેની ઉજવણી કેક કાપીને કરી
અદિતિએ તેની ત્રીજી બર્થ ડેની ઉજવણી કેક કાપીને કરી

બ્રેકફાસ્ટ દરમિયાન કેક કાપી
હોટેલ હયાત રેજેન્સીમાં 150 લોકોનો સ્ટાફ હાલ કાર્યરત છે, તેવામાં ખેલાડીઓ અને હોટેલના સ્ટાફમાંથી કોઈને પણ આઉટિંગ માટે બહાર જવાની પરવાનગી આપવામાં આવી નથી. ત્યારે આજે ચેતેશ્વર પુજારાની દીકરીની બર્થડે પણ હોટેલ માં ઉજવવામાં આવી હતી. હોટેલના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ સવારે તમામ ખેલાડીઓએ બ્રેકફાસ્ટ દરમિયાન તેમના પરિવાર સાથે માત્ર કેક કાપીને પૂજારાની દીકરીનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાર પછી બધા ખેલાડીઓની સાથે પુજારા પણ વધારે ઉજવણી ભાગ ના લઈ શક્યા અને પ્રેક્ટિસ કરવા માટે સ્ટેડિયમ તરફ રવાના થઇ ગયા હતા.

હોટેલે પિંક અને વાઇટ બલૂન લગાવીને પાર્ટી માટે રૂમ ડેકોરેટ કર્યો હતો
હોટેલે પિંક અને વાઇટ બલૂન લગાવીને પાર્ટી માટે રૂમ ડેકોરેટ કર્યો હતો

પેપરપીંક થીમમાં સાંજે પાર્ટી યોજાઈ
ત્યારે આજે સોમવારે સાંજે તમામ ખેલાડીઓના પરિવારજનોએ મળીને હોટેલમાં પુજારાની દીકરીના જન્મદિવસને હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો. આ ઉજવણીમાં હોટેલ દ્વારા પેપેરપીંક થીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં પિંક અને વાઇટ બલૂન લગાવી ને રૂમ ડેકોરેટ કરાયો હતો. આ પાર્ટીમાં ખેલાડીઓએ ફરીથી કેક કટિંગ કરીને નાના બાળકોને મનોરંજન મળે તેવા અનેક ગેમ્સ પણ રમાડ્યા હતા. આ પાર્ટીમાં રોહિત શર્માની પુત્રીએ માઇકથી ગીત ગાઈને કહ્યું હતું કે, હેપ્પી બર્થડે અદિતિ......આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે. આ સાથે માત્ર ખેલાડીઓના પરિવાર વાળા જોડાઇ શક્યા હતા, કારણ કે અન્ય ખેલાડીઓ તો સ્ટેડિયમમાં નેટ પ્રેક્ટિસ કરવામાં વ્યસ્ત હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો