ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું આજે બીજું પેપર પૂર્ણ થયું છે. ધોરણ 12 સાયન્સમાં કેમેસ્ટ્રીનું પેપર હતું જે વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ફિઝિક્સ કરતા પણ કેમેસ્ટ્રીનું પેપર અઘરું હતું. જ્યારે 12 કોમર્સમાં સ્ટેટ્સનું પેપર ખૂબ જ અઘરું હતું જેમાં હોશિયાર વિદ્યાર્થીઓને 100માંથી 100 માર્ક્સ મેળવવા અઘરું લાગ્યું હતું.
પાર્ટ-Bમાં 2 અને 3 માર્કસની થિયરી અઘરી
12 સાયન્સના મિલવ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, ફિઝિક્સનું પેપર થોડું અઘરું હતું પરંતુ આજે કેમેસ્ટ્રીનું પેપર ફિઝિક્સ કરતા પણ અઘરું રહ્યું હતું. MCQ અને થિયરી અઘરી લાગી હતી. જેટલા માર્ક્સ સ્કોર કરવા હતા તેટલા આ પેપરમાં થઈ શકશે નહિ. અરિહંત નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે પેપર અઘરું લાગ્યું હતું. પાર્ટ-Bમાં 2 માર્ક્સ અને 3 માર્કસની થિયરી અઘરી હતી. દાખલા સરળ લાગ્યા હતા પરંતુ ગણતરી કરવામાં સમય વધારે લાગ્યો હતો.
સમય કરતાં વહેલા પેપર પૂર્ણ થઈ ગયું
મોક્ષ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજનું પેપર એકદમ સરળ હતું. પેપર જોતા જ પુરા માર્ક્સ આવે તેવો અંદાજ આવી ગયો હતો. પેપર સરળ હોવાથી લખવાની પણ મજા આવી હતી અને સમય કરતાં વહેલા પેપર પૂર્ણ થઈ ગયું હતું.
સંપૂર્ણ પેપર ટેક્સટબુક આધારિત હતું
ધોરણ 12 કોમર્સના સ્ટેટ્સના પેપર અંગે એક્સપર્ટ શિક્ષક હિરેન દોશીએ જણાવ્યું હતું કે પેપર ખૂબ જ સરળ રહ્યું હતું. વિદ્યાર્થીઓ પેપરમાં 100માંથી 100 માર્ક્સ મેળવી શકે તેમ છે. સંપૂર્ણ પેપર ટેક્સટબુક આધારિત હતું જે વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાંથી તૈયારી કરી હોય તેને જરા પણ તકલીફ નહીં પડી હોય.
પેપર NCERT બુક પર આધારિત હતું
કેમેસ્ટ્રીના પેપર અંગે નિષ્ણાત શિક્ષક હિતેશ આશ્વનીએ જણાવ્યું હતું કે, પેપર NCERT બુક પર આધારિત હતું. એવરેજ વિદ્યાર્થી માટે પેપર અઘરું હતું. MCQ ટ્વીસ્ટેડ હતા જ્યારે થિયરી ક્યારેય પુછાઈ ન હોય તે પ્રકારની હતી. NCERT બહારના પ્રશ્ન નહોતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.