તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:રામોલની વિવિધ સોસાયટીઓની બહાર કેમિકલયુક્ત પાણી પ્રસરતા 50 હજારથી વધુ રહીશો અસહ્ય દુર્ગંધથી પરેશાન

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખારીકટ કેનાલમાં ઓઢવ-નરોડાથી લઈ વસ્ત્રાલ અને રામોલનું પ્રદૂષિત પાણી રહીશ વિસ્તારમાં ફરી વળ્યુ

રામોલ વોર્ડમાં ત્રિકમપુરા ઈન્દુચાચા નગરમાં ખારીકટ કેનાલનું કેમિકલયુક્ત પાણી ફરીવળતા આસપાસનાં 50 હજારથી વધુ રહીશોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ખારીકટ કેનાલમાં ઓઢવ-નરોડાથી લઈ વસ્ત્રાલ અને રામોલનું પાણી આવે છે. જે પાણીની પાઈપલાઈનનું પાણી ઓવરફ્લો થવાથી તેમાંથી કેમિકલયુક્ત અને ગટરનું પાણી આસપાસની સોસાયટીમાં ફરી વળ્યું છે.

જેથી ન્યૂ મણિનગર, માતૃ બંગલો, નીલકંઠ સોસાયટી, ગોકુલ ગોલ્ડ, ઓમકાર ફ્લેટ અને પુષ્કર સોસાયટીનાં 50 હજારથી વધુ રહીશોને કેમિકલયુક્ત અને ગટરનાં પાણીની અસહ્ય દુર્ગધથી પરેશાન છે. ઉપરાંત પાણી ભરાઈ જવાને લીધે સોસાયટીની આસપાસ કીચડને લીધે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. આ સમસ્યા અંગે ત્રિકમપુરા ઈન્દુચાચા નગરનાં રહીશ અને આગેવાન દ્વારા પોલ્યુશન બોર્ડ તથા હેલ્થ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગને આ સમસ્યા અંગે ફરિયાદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...