તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Checks Of Rs 40 Lakh Given To 19 Dependents, Another Rs 20 Lakh Will Be Given After Taking Possession Of The House, Total 259 Dependents

ગાંધીઆશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ:19 આશ્રિતોને 40 લાખના ચેક અપાયા, મકાનનો કબજો આપે પછી બીજા 20 લાખ અપાશે, કુલ 259 આશ્રિત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગાંધી આશ્રમ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગાંધી આશ્રમ - ફાઇલ તસવીર
  • જગ્યા ખાલી કરાવવા રોકડ સિવાય ફ્લેટની પણ ઓફર કરાઈ છે

સરકાર દ્વારા ગાંધીઆશ્રમનું રિડેવલપમેન્ટ કરી અદ્યતન મોડલ બનાવવા માટે આયોજન ચાલી રહ્યું છે. આશ્રમના વિકાસના પગલે છેલ્લા બે દિવસમાં કુલ 19 આશ્રિતોને કુલ 60 લાખની નક્કી કરેલી રકમમાંથી હાલ 40 લાખના ચેક આપવામાં આવ્યા છે. બાકીના 20 લાખ આશ્રિતો મકાનનો કબજો સોંપે ત્યારે અપાશે. મુખ્યમંત્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી સહિત જિલ્લા કલેકટરની ઉપસ્થિતિમાં ચેકનું વિતરણ કરાયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે આશ્રિતોને આર્કષવા માટે રોકડ સિવાય ફલેટની પણ ઓફર કરી છે.

ઘર ખાલી કરનારાને 60 લાખ અપાશે
અમદાવાદ ગાંધીઆશ્રમના વિકાસના પગલે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કેટલાક લોકો હજી મકાન ખાલી કરવા માગતા નથી. જ્યારે ઘણાં લોકો ઘર ખાલી કરવા તૈયાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા કલેકટર કચેરીના સૂત્રોના જણાવ્યા અનુસાર મકાન ખાલી કરનાર આશ્રિતોની યાદી તૈયાર કરાઇ છે. ઘર ખાલી કરનાર આશ્રિતોને કુલ 60 લાખ અપાશે. સોમવારે 11 અને મંગળવારે 9 આશ્રિતો મળી કુલ 19 આશ્રિતોને હાલના તબક્કે 40 લાખના ચેક અપાયા છે. જ્યારે મકાનનો કબજો સોંપે ત્યાર બાદ 20 લાખનો ચેક અપાશે.

નારાજ લોકોને પણ દૂર કરવામાં આવશે
​​​​​​​સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે ગાંધીઆશ્રમના રિડેવલપમેન્ટ માટે અલાયદા બોર્ડની રચના કરી છે. બોર્ડ દ્વારા આશ્રિતોને દૂર કરવા માટે ખૂબ જ ખાનગી રાહે કામગીરી ચાલી રહી છે. ગાંધીઆશ્રમમાંથી આશ્રિતોને દૂર કરવા માટે ચોક્કસ સમય મર્યાદા નથી. પરંતુ ગણતરીના નારાજ લોકો કહે છેકે, સરકાર સમય મર્યાદામાં ગમેતેમ કરીને જગ્યા ખાલી કરાવવા પ્રયાસ કરશે. જે લોકો તૈયાર નથી, તેઓને પણ દૂર કરવાની ક્વાયત ચાલી રહી છે. આશરે આશ્રમ વિસ્તારમાં 259 આશ્રિતો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં ઓએસડી અને પીએમઓના ખાસ ગણાતા નિવૃત્ત આઇએએસ કે.કૈલાસનાથન છેલ્લા 3 માસમાં જ બીજી વખત ગાંધીઆશ્રમની મુલાકાતે ગયા હતા.

કેટલાક આશ્રિતો આશ્રમ આસપાસ મકાન માગે છે
નારાજ જૂથના લોકો પણ ઝડપથી માની જાય તે માટે રોકડ અથવા ફલેટની પણ ઓફર કરાઇ છે. નારાજ જૂથના લોકોની માંગ એછેકે, અમારા સરનામામાં ગાંધીઆશ્રમ વિસ્તાર રહેવો જોઇએ. જેથી આશ્રમની આસપાસ જ ફલેટ બનાવી આપવામાં આવે. સરકાર આ દિશામાં પણ વિચારી રહી છે. સરકાર કોઇ પણ રીતે આશ્રિતોને દૂર કરવા માંગે છે. હાલ નારાજ જૂથના લોકો જાહેરમાં કાંઇ બોલવા માંગતા નથી.

અન્ય સમાચારો પણ છે...