પાણી પહેલા પાળ:અમદાવાદના તમામ વોટર પમ્પિંગ સ્ટેશનોમાં ચેકિંગ થશે, ઉનાળામાં પાણીનું પૂરતું પ્રેશર મળી રહે તે માટે આયોજન

અમદાવાદ5 મહિનો પહેલા
  • અમદાવાદમાં 215 જેટલા પમ્પિંગ સ્ટેશનો આવેલા છે
  • છેલ્લા ત્રણ વર્ષમાં અને નવા બનેલા હોય તેને છેલ્લે ચેક કરાશે

ઉનાળાની શરૂઆત હવે થઈ ગઈ છે, ત્યારે અમદાવાદમાં લોકોને પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC)ની વોટર સપ્લાય કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં આવેલા તમામ વોટર પમ્પિંગ સ્ટેશનનું પાણીનું પ્રેશર, પાણીની મોટરો અને તેની ફિટનેસ તેમજ અન્ય ટેક્નિકલ પાસાઓનું ચેકિંગ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા.

જૂના પમ્પિંગ સ્ટેશનમાં અધિકારીઓને ચેકિંગની સૂચના અપાઈવોટર સપ્લાય કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા ન રહે તેના માટે જૂના પાણીના પમ્પિંગ સ્ટેશનો આવેલા છે. તેમાં ચેકિંગ કરવા માટે આજે અધિકારીઓને જણાવવામાં આવ્યું છે. પાણીની મોટરો તેની કેપેસિટી પ્રમાણે પાણી છોડે છે કે કેમ અને તેનું ઈન્સ્ટોલેશન વગેરેને ચેક કરવામાં આવે જેથી ખામી હોય તો દૂર કરી લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે.

ક્લોરિનનું પણ ચેકિંગ કરાશેઅમદાવાદમાં આવેલ 215 જેટલા પમ્પિંગ સ્ટેશનો આવેલા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં અને નવા બનેલા હોય તેને છેલ્લે ચેક કરવા જણાવ્યું છે. પરંતુ સૌથી પહેલાં જૂના જે પંમ્પિંગ સ્ટેશન આવેલા છે તેને ચેકિંગ કરવામાં આવે અને જો કોઈ પણ ફોલ્ટ હોય તો તેને ઝડપથી દૂર કરવા જણાવ્યું છે. થોડા સમય પહેલા સરસપુર પાસે વોટર પમ્પિંગ સ્ટેશનમાં મોટરની સમસ્યા સર્જાઈ હતી. તેમાં ત્રણ મોટરને બદલવામાં આવી હતી. આ ઉપરાંત દરેક પંમ્પિંગ સ્ટેશન પર ક્લોરિન અંગે પણ ચેકિંગ કરવા જણાવ્યું છે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો તેને દૂર કરવા માટે જણાવ્યું છે. ખાનગી સોસાયટીઓમાં ખાનગી ક્લોરીનેશન પ્લાન્ટ હોતો નથી. જેથી પણ રોગચાળો વકરતો હોવાનું જતીન પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...