તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Checking At Railway Station Stopped, More Than 300 Passengers Entered Ahmedabad Without Testing, Such Negligence Will Hit The Entire City Hard

શું ત્રીજી લહેર વહેલી આવશે?:રેલવે સ્ટેશન પર ચેકીંગ બંધ, 300થી વધુ મુસાફરો ટેસ્ટિંગ વગર જ અમદાવાદમાં પ્રવેશ્યા, આવી બેદરકારી આખા શહેરને ભારે પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • 2 ટ્રેનમાં આવેલા 800થી વધુ મુસાફરોમાં 75 રેપીડ ટેસ્ટ કરાયા, એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ
  • પ્લેટફોર્મ પર અન્ય ટ્રેનના મુસાફરો ને ચેક કરવા માટેની મેડિકલ ટીમ કાઉન્ટર પરથી ગાયબ

રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે પરંતુ કોરોના ગયો નથી. કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે રાજ્ય સરકાર એ અગાઉ અનેક પ્રતિબંધો લાદ્યા હતા. હવે કેસમાં ઘટાડો થતા તે પ્રતિબંધોમાંથી થોડી રાહત આપવામાં આવી છે. સાથે રાજ્યમાં અવરજવર કરવા માટે સરકારે એરપોર્ટ, રેલવે અને એસ.ટી વિભાગ માટે ગાઈડલાઇન જાહેર કરી હતી. જેમાં બહારના રાજ્યમાંથી આવતા મુસાફરોને RTPCRનો નેગેટિવ રિપોર્ટ લઈને જ પ્રવેશ આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર પણ સ્થાનિક તંત્રની મેડિકલ ટીમ ચેકીંગ માટે ગોઠવવામાં આવી છે. પરંતુ હવે જેમ કેસ ઓછા થઈ રહ્યા છે તેમ મેડિકલ ટીમ પણ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના ચેકીંગમાં ઠીલાશ દાખવી રહી છે. આ મેડિકલ ટીમ માત્ર દેખાડો કરવા પૂરતી કામગીરી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરને પણ આ બેદરકારી આમંત્રણ આપી શકે
કોરોનાની ત્રીજી લહેરને પણ આ બેદરકારી આમંત્રણ આપી શકે

800 મુસાફરોમાંથી 75 લોકોના જ રેપીડ ટેસ્ટ કર્યા
સવારથી લઈને બપોર સુધી બહારથી આવેલી ટ્રેનોમાંથી તેઓએ 2 ટ્રેનના મુસાફરોનું ચેકીંગ કર્યું હતું. તેઓના જણાવ્યા મુજબ તેઓ લગભગ 800 જેટલા મુસાફરોમાંથી 75 લોકોના રેપીડ ટેસ્ટ કર્યા હતા. જેમાં એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓએ પણ જણાવ્યું કે, અમારી ટીમ અહીંયા જ હોય છે અને અમે દરેક ટ્રેનોના મુસાફરોનું ચેકીંગ કરીએ છીએ. પરંતુ જ્યારે અમે તેઓ ટેસ્ટિંગ કાઉન્ટર પર જોયું તો તેઓ એ તમામ ટેસ્ટિંગ માટેની સામગ્રી સમેટી લીધો હતી. રેલવે સ્ટેશન પર 2 મેડિકલ ટીમ હતી અને એક ધનવંતરી રથની વાન પણ હતી પરંતુ તેઓ ક્યાંય ટેસ્ટિંગ કાઉન્ટર પર જોવા ન મળ્યા.

4-5 લોકોની બેદરકારી આખા શહેરને ભારે પડી શકે
રેલવે સ્ટેશન પર આવેલી અન્ય ટ્રેનના મુસાફરોનું કોઈ ચેકીંગ ન કરાયું. પ્લેટફોર્મ પરના 2 એક્ઝિટ ગેટ છે પહેલા આ ટીમ બંને ગેટ પર બેસતી હતી અને ચેકીંગ કરતી હતી પરંતુ હાલ એક જ ગેટ પર આ મેડિકલ ટીમનું કાઉન્ટર જોવા મળ્યું અને બીજા ગેટ પર કોઈ ચેકીંગ ન હોવાના કારણે 300થી વધુ મુસાફરોનું ચેકીંગ ન થયું આ ગેટ પર કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે તમામ મુસાફરો રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા. જો આવી જ રીતે બેદરકારી દાખવામાં આવશે તો માત્ર 4-5 લોકોની બેદરકારી આખા શહેર ને ભારે પડી શકે છે. કોરોનાની ત્રીજી લહેરને પણ આ બેદરકારી આમંત્રણ આપી શકે.