ટોરેન્ટ કર્મીને ધમકી:અમારા ઘરે મીટર ચેક કરવા આવશો તો હાથ પગ તોડી નાખીશ, વાસણાના મન્સૂર સોસાસટીમાં ભાડૂઆતે ધમકી આપી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટોરેન્ટ પાવર  મીટરની ફાઈલ તસવીર - Divya Bhaskar
ટોરેન્ટ પાવર મીટરની ફાઈલ તસવીર
  • મીટરચેક કરવા ગયેલ ટોરેન્ટના કર્મચારી સાથે ઝઘડો કરી ધાકધમકી આપી
  • વેજલપુર પોલીસે ધમકી આપનારના વિરુદ્ધમાં ગુનો નોંધી તપાસ આદરી

ટોરેન્ટ પાવર ઝોનલ ઓફીસ વાસણા ખાતે જુનિયર એક્ઝિક્યુટીવ અને તેમનો સ્ટાફ ફતેવાડીમાં વીજ ચોરીના બનાવોની ચકાસણી માટે ગયા હતા તે દરમિયાન એક મકાનનું મીટર ચેક કરી રહ્યા હતા ત્યારે મકાનમાં રહેતા ભાડૂઆતે મારા મકાનનું મીટર કેમ ચેક કરો છો તેમ કહીને ટોરેન્ટના કર્મચારીઓ સાથે ઝઘડો કરીને ધાકધમકી આપી હતી. આ અંગે જુનિયર એક્ઝિક્યૂટીવે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નારણપુરામાં રહેતા અને ટોરેન્ટ પાવર ઝોનલ ઓફીસ વાસણા ખાતે જુનિયર એક્ઝિક્યૂટીવ તરીકે નોકરી કરતા ચિંતન પ્રજાપતિ સવારના સમયે વાસણા ટોરેન્ટ પાવરની ઓફિસ ખાતે ટેક્નિશિયન સ્ટાફના માણસો સાથે વીજ ચોરીના બનાવોની ચકાસણીની કામગીરી કરવા માટે ફતેવાડી ગયા હતા, જ્યાં બાગે મન્સુર સોસાયટીના એક ડુપ્લેક્ષ ખાતે મીટરની ચકાસણી કરવા ગયા ત્યારે મકાનમાં ભાડે રહેતા મોહંમદ હુશેન અમારા ઘરે આવી મીટર ચેક કેમ કરો છો તેમ કહી અમારી ટોરેન્ટના કર્મચારીઓ સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દીધો હતો. જેથી તેમના શાંત રહેવાનું કહેતા ઉશ્કેરાયેલા મોહંમદ હુશેનભાઈએ અને તેમના બે દીકરાઓએ હાથપગ તોડી નાખવાની ધમકી આપી હતી. જેથી આ અંગે ચિંતનભાઈએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મોહમંદ હુશેન સીંધીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...