તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્ફ્યૂ જ કેમ પસંદ કર્યો:લોકડાઉન કરે તો કોરોના ટેસ્ટિંગ-ટ્રેસિંગ અને વેક્સિનેશન અટકી પડે, છેલ્લી ઘડીએ સરકારે આ 4 કારણે વિચાર બદલ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટંકનું કમાઈને ટંકનું ખાતા લોકોના જીવન નિર્વાહ ચલાવવાનો મોટો પડકાર ઉભો થઈ શકે તેમ હતો
  • માંડ માંડ ઉભું થયેલું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઠપ થઈ જાય

હાલ રાજ્યમાં દરરોજ 3000થી વધુ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. તેમજ ટેસ્ટિંગ અને હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ વેઈટિંગની સ્થિતિ બનેલી છે. ગુજરાતમાં કોરોનાની બેકાબૂ બનેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 20 શહેરોમાં 30 એપ્રિલ સુધી રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ લાદ્યો છે. જો કે આ નિર્ણય પહેલા લોકડાઉનની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી હતી. પાનના ગલ્લાઓથી લઈ ગલીઓ સુધી એક જ ચર્ચા ચાલી હતી કે લોકડાઉન થશે કે નહીં? પરંતુ રાજ્ય સરકાર લોકડાઉન કરવાની સ્થિતિમાં જ નહોતી. જેને કારણે માત્ર નાઈટ કર્ફ્યૂથી જ લાગુ કરવામાં આવ્યો છે. લોકડાઉન ન કરવા પાછળ ઘણાં કારણો જવાબદાર છે.

જો કોરોનાને કાબૂમાં લેવા લોકડાઉન કરવામાં આવે તો રસીકરણ, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર તેની ગંભીર અસર થઈ શકે અને ઉલટાનું સંક્રમણ વધી શકે. આ ઉપરાંત પરપ્રાંતીયોનું પલાયન, આર્થિક ગતિવિધિઓ અને ગરીબ-નિરાધાર તેમજ ટંકનું કમાઈને ટંકનું ખાતા લોકોના જીવન નિર્વાહ ચલાવવાનો મોટો પડકાર ઉભો થઈ શકે તેમ હતો. જેને પગલે સરકારે લોકડાઉન કરવાનો વિચાર જ માંડી વાળ્યો હતો.

ડોઝ-2 લેનારા માટેની ડેડલાઈન પણ લંબાઈ શકે, જે કોઈ કાળે શક્ય નથી.
ડોઝ-2 લેનારા માટેની ડેડલાઈન પણ લંબાઈ શકે, જે કોઈ કાળે શક્ય નથી.

વેક્સિનેશન પર ગંભીર અસર પડે
જો લોકડાઉન કરવામાં આવે તો હાલ પૂરજોશમાં ચાલી રહેલા કોરોના વેક્સિનેશન પર તેની ગંભીર અસર પડી શકે તેમ હતી. રાજ્યમાં હાલ 3 લાખથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. જો લોકડાઉન કરવામાં આવે તો રસી લેવા જઈ શકાય નહીં. લોકડાઉનને કારણે રસીકરણ બંધ કરવું પડે જે શક્ય નથી. માત્ર એટલું જ નહીં, ડોઝ-2 લેનારા માટેની ડેડલાઈન પણ લંબાઈ શકે, જે કોઈ કાળે પોષાય તેમ નથી.

ટેસ્ટિંગ અને ટ્રેસિંગમાં મુશ્કેલીઓ ઉભી થાત
જ્યારે લોકડાઉનની માસ ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર પણ માઠી અસર થઈ શકે તેમ હતી. હાલ રાજ્યમાં મોટાપાયે રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. કોઈને તકલીફ થાય તો ટેસ્ટિંગ માટે દોડવું કઈ રીતે તે સૌથી મોટો સવાલ છે. તેમજ લોકો શહેરમાંથી ગામડાઓમાં ભાગવા લાગે તો ટ્રેસિંગ કરવું પણ મુશ્કેલ બને તેમ હતું.

લોકડાઉનને કારણે સૌથી ખરાબ હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઈ હતી. જો ફરી લોકડાઉન થાય તો એમની દૈનિક આવકનું શું?.
લોકડાઉનને કારણે સૌથી ખરાબ હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઈ હતી. જો ફરી લોકડાઉન થાય તો એમની દૈનિક આવકનું શું?.

પરપ્રાંતીયો પલાયન કરે તો ઉદ્યોગો પડી ભાંગે
આ સિવાય લોકડાઉનને કારણે પરપ્રાંતીયોનું પલાયન પણ સૌથી મોટો મુદ્દો બની શકે તેમ હતો. ગત વર્ષે થયેલા લોકડાઉનને કારણે સૌથી ખરાબ હાલત પરપ્રાંતીય શ્રમિકોની થઈ હતી. જો ફરી લોકડાઉન થાય તો એમની દૈનિક આવકનું શું?. તેમજ પરપ્રાંતીયો પલાયન કરવા લાગે તો રાજ્યના ઉદ્યોગો મુશ્કેલીમાં આવી શકે તેમ હતા. તેમજ પલાયનને કારણે સંક્રમણ પણ વધુ વકરી શકે તેમ હતું. ખાસ કરીને માંડ માંડ ઉભું થયેલું રિયલ એસ્ટેટ ક્ષેત્ર પણ ઠપ થઈ જાય. લોકડાઉનથી ગ્રાહકોની માંગમાં ઘટાડો થાય અને ઉત્પાદન ક્ષેત્ર પર પણ માઠી અસર પડી શકે તેમ હતી.

ગરીબોના પેટનો ખાડો પુરવા ફરી અનાજ અને ફૂડ પેકેટ વિતરણનું મોટા પાયે અભિયાન ચલાવવું પડે
ગરીબોના પેટનો ખાડો પુરવા ફરી અનાજ અને ફૂડ પેકેટ વિતરણનું મોટા પાયે અભિયાન ચલાવવું પડે

ગરીબ અને નિરાધારને ખવડાવવું શું?
ગત વર્ષની જેમ લોકડાઉનને કારણે ગરીબ અને નિરાધાર લોકોને શું ખવડાવવું તે પણ સરકાર સામે સૌથી મોટો પડકાર બની શકે તેમ હતો. ગરીબોના પેટનો ખાડો પુરવા માટે ફરી અનાજ અને ફૂડ પેકેટ વિતરણનું મોટા પાયે અભિયાન ચલાવવું પડે. જેના માટે રાજ્ય સરકારને આર્થિક સહિતના સંસાધનોની જરૂર પડી શકે તેમ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો