તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિમમાં 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી મેચ જોવા જનારા પ્રેક્ષકો મેચની જેમ પાર્કિંગ ટિકિટ પણ ઓનલાઈન એપથી બુક કરાવી શકશે. સાથે જ પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ ટ્રાફિક પોલીસ ખાસ ભાર મૂકી બંદોબસ્ત ગોઠવશે. મોટેરા સ્ટેડિયમ આસપાસ 27 જેટલા પાર્કિંગ પ્લોટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદના ટ્રાફિક-પોલીસના 1200 અધિકારી-કર્મચારી તહેનાત રહેશે. તો પાર્કિગ માટે પણ 'AmdaPark' નામની એપ્લિકેશનથી ઓનલાઈન પાર્કિંગ બૂક કરાવી શકાશે.
મોટેરા સ્ટેડિયમમાં 55000 દર્શકો મેચ જોવા આવી શકે તે માટે મંજૂરી આપવામાં આવી છે, જેથી મોટી સંખ્યામાં દર્શકો મેચ જોવા આવે અને કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં તે માટે આ એપની મદદ લેવામાં આવી છે. આ એપમાં મોબાઈલ નંબરથી લઈને વાહનની ડિટેઇલ્સ નાખવી પડશે. એપમાં પાર્કિંગ ચાર્જ પણ ઓનલાઈન ચૂકવી શકાશે. તેમજ ડિજિટલ ટિકિટ વ્હોટ્સએપ સહિતના માધ્યમોમાં શેર પણ કરવાની સુવિધા છે.
મોટેરામાં યોજાનારી ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની સિરીઝ માટે પાર્કિંગ બુક કરવા માટે આ સ્ટેપ અનુસરો
સ્ટેપ-1: ગૂગલ પ્લે સ્ટોર પરથી AmdaPark એપ ડાઉનલોડ કરો
( એપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો)
સ્ટેપ-2: તમારો મોબાઇલ નંબર એન્ટર કરો.
સ્ટેપ-3: OTP એન્ટર કરો.
સ્ટેપ-4: તમારું નામ એન્ટર કરી સેવ કરો.
સ્ટેપ-5: ડેશબોર્ડ અથવા મેઈન મેનુમાંથી Event Parking પર ક્લિક કરો.
સ્ટેપ-6: મેચ ડે ઈવેન્ટ પર ક્લિક કરો.
સ્ટેપ-7: પાર્કિંગ અંગેની સંપૂર્ણ વિગતો, બૂક બટન પર ક્લિક કરો.
સ્ટેપ-8: તારીખ સિલેક્ટ કરો, ટાઈમ સિલેક્ટ કરો પછી વાહનનો પ્રકાર સિલેક્ટ કરો, વાહનનો નંબર એન્ટર કરો, વાહનના પ્રકાર મુજબ વાહનનો નંબર દાખલ કરો. હવે લોકેશન દેખાશે. જેમાં કોઈ ચોક્કસ લોકેશન સિલેક્ટ કરો અને બુક બટન પર ક્લિક કરો.
સ્ટેપ-9: પાર્કિંગ સ્ક્રીન પર બુકિંગ કન્ફર્મ કરો.
સ્ટેપ-10: પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી પેમેન્ટ કરો.
સ્ટેપ-11: પાર્કિંગ ટિકિટ જનરેટ થશે. તેમજ પાર્કિંગ ટિકિટ હિસ્ટ્રી મેનુમાં પણ જોઈ શકો છો. તમે આ ટિકિટ વ્હોટ્સએપ જેવાં વિવિધ પ્લેટફોર્મ પર શેર કરી શકો છો. ગૂગલ મેપ પણ ટિકિટ સાથે કનેક્ટ હોવાથી તે પાર્કિંગ લોકેશન સુધી લઈ જશે. પાર્કિંગ લોકેશન પર આવ્યા બાદ તમારે ડિજિટલ પાર્કિંગ ટિકિટ બતાવવી પડશે. ત્યાર બાદ એન્ટ્રી કરો.
24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ પરથી ટિકિટ મળશે
ગુજરાત ક્રિકેટ એસોસિયેશન આગામી 20 તારીખથી ટિકિટનું ઓફલાઈન વેચાણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મોટેરા સ્ટેડિયમની બહાર આવેલી બોક્સ ઓફિસ પરથી તમામ ક્રિકેટ પ્રેમીઓ સરળતાથી ટિકિટ મેળવી શકશે. ટિકિટોનું વેચાણ મોટા ભાગે થઈ ગયું હોવાથી, હવે જે કોઈ પણ દર્શકોને ટિકિટ લેવી હશે તેઓ ઓફફલાઈન ટિકિટ પણ લઈ શકશે. તેમજ મેચના દિવસે જો ટિકિટનો સ્ટોક હશે તો 24મીએ મોટેરાને બદલે સરદાર પટેલ સ્ટેડિયમ, નવરંગપુરા ખાતેથી મેળવી શકાશે.
સ્ટોક હશે ત્યાં સુધી ઓનલાઇન ટિકિટ મળશે
આ વખતે 50% દર્શકોને મંજૂરી આપવાના કારણે તમામ ટિકિટનું વેચાણ ઝડપથી થાય એટલે ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની જણાવ્યું હતું કે લોકોને ઓનલાઇન ટિકિટ લેવામાં તકલીફ થતી હોવાથી અને ઘણા લાંબા સમય બાદ મોટેરા સ્ટેડિયમમાં મેચ યોજાઈ રહી છે તે માટે વધુમાં વધુ દર્શકો આવે તે માટે અમે ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ કરી દીધું છે. જ્યાં સુધી ટિકિટનો સ્ટોક હશે ત્યાં સુધી ઓનલાઇન ટિકિટ મળશે.
ટિકિટના દર રૂ. 300થી રૂ.2500
સ્ટેડિયમમાં અલગ અલગ સ્ટેન્ડ મુજબ ટિકિટના દર 300થી 2500 રૂપિયા સુધી રાખવામાં આવ્યા છે. સ્ટેડિયમની ચારેતરફ સૌથી ઉપરના સ્ટેન્ડ માટેની ટિકિટનો દર રૂ. 300 છે. જ્યારે નીચેના સ્ટેન્ડની ટિકિટના રૂ. 400, 450 અને રૂ.500 છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમ પર રમાશે. આ ડે-નાઇટ ટેસ્ટ મેચ માટે સ્ટેડિયમની સીટિંગ કેપિસિટીના 50 ટકા પ્રેક્ષકો હાજર રહી શકશે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.