શ્રદ્ધાના નામે છેતરપિંડી:અમદાવાદના ગરીબોને જમાડનારા લોકોની કદર નથી, થાળીમાંથી કોળિયો ભર્યા વગર ડોલમાં ઠાલવી દે છે

અમદાવાદએક વર્ષ પહેલા
દાતાઓ જમાડવા માટે થાળી ભરાવી આપે, પરંતુ જેવો તેઓ જાય કે તરત ગરીબો થાળીમાં રહેલું અન્ન ડોલમાં નાખી દે છે. - Divya Bhaskar
દાતાઓ જમાડવા માટે થાળી ભરાવી આપે, પરંતુ જેવો તેઓ જાય કે તરત ગરીબો થાળીમાં રહેલું અન્ન ડોલમાં નાખી દે છે.
  • લોકો ગરીબોને જમાડવાના પૈસા આપે છે, પણ ગરીબ લોકો જમવાનું સીધું ડોલમાં ઢોળી દે છે
  • સ્ટિંગ ઓપરેશનમાં ગરીબો જમવાના મામલે બિચારા લાગે છે, પણ જેવા દાતા જાય કે તરત જમવાનું ડોલમાં નાખી દેતા દેખાય છે

શહેરમાં દરરોજ અનેક લોકો પોતાનાં શ્રદ્ધા અને પુણ્ય કમાવવા માટે નાનું-મોટું દાન કરતા હોય છે. આ માટે કેટલાક લોકો ગરીબ કે ફકીરને મૂંગા દિવ્યાંગ લોકોને મદદ કરવાનું માનતા હોય છે. બીજી તરફ અમુક વારે લોકો ખાસ ગરીબોને જમાડતા હોય છે. જે માટે શહેરનાં અનેક સ્થળે ફકીરને જમાડવા માટેની દુકાનો છે, જેની બહાર અનેક ગરીબ જેવા દેખાતા લોકો લાઈન લગાવીને જમતા હોય છે, પણ આવા એક સ્થળે ગરીબો જમવાનું તો લે છે, પણ એ મોઢામાં નાખ્યા વગર સીધું ડોલમાં નાખી દે છે અને ફરી ભૂખ્યાની લાઈનમાં બેસી જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના કોટ વિસ્તારમાં આવી રીતે ફકીરો અને ગરીબોને પોતાની દુકાનની બહાર બેસતા કેટલાક લોકો રોજના રૂપિયા પણ આપતા હોય છે.

ભૂખ્યા હોવાનો ડોળ કરીને ગરીબો દાતાઓની કાગડોળે રાહ જોતા હોય છે.
ભૂખ્યા હોવાનો ડોળ કરીને ગરીબો દાતાઓની કાગડોળે રાહ જોતા હોય છે.

માસૂમ બાળકો લઈ બેઠેલી મહિલાઓને લોકો જમવા પૈસા આપે છે
શહેરમાં કોટ વિસ્તારમાં અનેક સ્થળે ગરીબ લોકો પોતાની ભૂખ મિટાવવા માટે આમ તેમ ફાંફાં મારતા હોય છે, જેમાંથી કેટલાક લોકો ખરેખર દયનીય હાલતમાં હોય છે, જ્યારે કેટલાક તો રીતસર ડોળ કરતા હોય છે. આજે અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલા આવા એક ફકીર જમાડવાની દુકાને તપાસ કરતાં ચોંકાવનારી બાબત સામે આવી છે, જેમાં એક દુકાનમાં રોજ કેટલીક મહિલાઓ તેનાં માસૂમ બાળકો સાથે બેઠી હોય છે. આ બાળકો અને મહિલાઓ એટલી બિચારી લાગતી હોય છે કે ત્યાં પસાર થતા લોકો તેમને મદદ કરવાના આશયથી જમવાના રૂપિયા આપીને જતા હોય છે.

દાતા ગરીબોને જમાડવા માટે પૈસા આપવા કાઉન્ટર જતા હોય છે.
દાતા ગરીબોને જમાડવા માટે પૈસા આપવા કાઉન્ટર જતા હોય છે.

મહિલાઓ એક દાતા જાય એટલી બીજાના રાહ જોવા લાગે છે
આ જગ્યાએ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે મહિલાઓ જ્યારે કોઈ દાન કે મદદ કરવા આવે તો તેને જોઈને કાઉન્ટર તરફ જાય છે અને પછી જમવાનું લઈને પોતાની જગ્યાએ બેસી જાય છે. થોડીવાર બાદ જેવા દાન કરનાર મહિલા કે પુરુષ ત્યાંથી જાય તો તેઓ જમવાનું સીધું ડોલમાં નાખી દે છે. જ્યારે ફરી નવા દાન કરનારની રાહ જોવા લાગે છે. આમ રોજ આ પ્રમાણે આ મહિલાઓ તેમનાં બાળકોને લઈને મદદના બહાને લોકોની શ્રદ્ધા-આસ્થા સાથે ચેડાં કરે છે.

અન્ય સમાચારો પણ છે...