મહોત્સવ:અમદાવાદમાં કુમકુમ મંદિર ખાતે ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ ઉપર સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુમકુમ મંદિર દ્વારા સદગુરુ સમર્પણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે. - Divya Bhaskar
કુમકુમ મંદિર દ્વારા સદગુરુ સમર્પણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.
  • આનંદપ્રિયદાસજી સ્વામીએ 4 વર્ષના પરિશ્રમના અંતે 96 વર્ષની ઉંમરે 1232 પેજનો વિશાળ ગ્રંથ તૈયાર કર્યો છે: સાધુ પ્રેમવત્સલદાસજી

અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ કુમકુમ મંદિરમાં રવિવારે સદગુરુ સમર્પણ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથ ઉપર આનંદપ્રિયદાસજી સ્વામીએ સુવર્ણ પુષ્પોથી અભિષેક કર્યો હતો અને આ ગ્રંથના ગાન સાથે સામૂહીક યજ્ઞ કરવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ રીતે સૌ પ્રથમ વખત આ રીતે ગ્રંથને આહુતિ આપવામાં આવી હતી.ત્યારબાદ 101 દિવાની આરતી કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતાં
સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યાં હતાં

દેશ વિદેશના ભક્તો ઓનલાઈન જોડાયા હતા
આ પ્રસંગનું સ્વામિનારાયણ મંદિર - કુમકુમ યુટયુબ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં દેશ વિદેશના ભક્તો ઓનલાઈન જોડાયા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથમાં જીવનપ્રાણ બાપાનું વિસ્તૃત જીવનચરિત્ર છે.આ ગ્રંથમાં કુલ 1232 પેજ છે. જેની અંદર ચોપાઈ અને પૂર્વછાયો છે. કુલ 269 તરંગ છે.આ ગ્રંથ 4 વર્ષની મહેનતના 96 વર્ષની ઉંમરે આનંદપ્રિયદાસજી સ્વામીએ તૈયાર કર્યો હતો. કચ્છના સંત જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા હોય તેવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક માત્ર સંત આનંદપ્રિયદાસજી સ્વામી છે.

અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથમાં જીવનપ્રાણ બાપાનું વિસ્તૃત જીવનચરિત્ર છે
અબજીબાપા ચરિત્રામૃત સુખસાગર ગ્રંથમાં જીવનપ્રાણ બાપાનું વિસ્તૃત જીવનચરિત્ર છે

શરદપૂર્ણિમાએ આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થશે
સાધુ પ્રેમવત્સલદાસજીએ ગ્રંથની વિશિષ્ટતા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો સમજાવતો અદ્ભૂત આ ગ્રંથ છે. ભગવાન કેવા સર્વોપરી છે ? ભગવાનને કેવી રીતે પામી શકાય ? જીવનો મોક્ષ કેમ થાય ? આપણા દોષો ટાળવા શું કરવું જોઈએ ? અનાદીમુક્ત કેવી રીતે બનાય ? તે દરેક બાબતો આ ગ્રંથમાંથી જાણવા મળે છે ? આ ગ્રંથ વાંચવાથી આલોક અને પરલોકમાં સુખી થવાય છે.અંતકાળ આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન તેને તેડવા માટે આવે છે. આનંદપ્રિયદાસજી સ્વામીએ અત્યાર સુધીમાં 9 ગ્રાંથો સત્સંગને સમર્પિત કર્યા છે. શરદપૂર્ણિમાના રોજ આનંદપ્રિયદાસજી સ્વામીને 100 વર્ષ પૂર્ણ થશે. ત્યારે કુમકુમ મંદિર દ્વારા સદગુરુ સમર્પણ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...