તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ એરપોર્ટ પર બેફામ લૂંટ:RTPCR માટે 4 હજાર સુધી ચાર્જ લેવાય છે, અરજન્ટ રિપોર્ટના નામે તગડી કિંમત વસૂલે છે

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ એરપોર્ટ - ફાઇલ તસવીર

દેશના અનેક શહેરોમાં જતા-આવતાં પેસેન્જરો માટે રાજ્ય સરકારોએ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કર્યો છે. જેના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટ પકડવા આવતા અનેક પેસેન્જરોને એરલાઈન્સ બોર્ડિંગ પાસ અપાતા નથી. આ સ્થિતિમાં કેટલાક પેસેન્જરો મુસાફરી રદ કરી પરત ફરે છે જ્યારે કેટલાક પેસેન્જરો એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ કરતી ખાનગી લેબોરેટરીમાં વધુ કિંમત આપી ટેસ્ટ કરાવે છે. લેબ અર્જન્ટ રિપોર્ટના નામે પેસેન્જરો પાસેથી 4 હજાર વસૂલે છે.

આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટના નિયમના કારણે સૌથી વધુ સમસ્યા મજૂર વર્ગને ભોગવવી પડી રહી છે. ટ્રેનમાં ટિકિટ ન મળતા અનેક લોકો ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી લે છે. પરંતુ આરટીપીસીઆર રિપોર્ટના ફરજિયાત નિયમના કારણે ફ્લાઈટ પકડવા જતી વખતે રિપોર્ટ ન હોવાથી તેમને પરત મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો