તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એરપોર્ટ ઓથોરિટીની મનમાની:મફતની જમીન પર આડેધડ પાર્કિંગ ચાર્જ વસૂલ કરે છે, રિક્ષા ચાલકોએ પાર્કિંગ ચાર્જ ઘટાડવા કલેક્ટરને રજૂઆત કરી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સરકારે ઓથોરિટીને 1990-1996માં મફત જમીન આપી હતી

એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જનો વિવાદ દિવસને દિવસે વકરતો જાય છે. તાજેતરમાં આરટીઆઇમાં બહાર આવેલી વિગત મુજબ મફતની જમીન પર એરપોર્ટ ઓથોરિટી મનફાવે તે રીતે પાર્કિંગ ચાર્જ વસૂલે છે. રાજ્ય સરકારે 1990માં 1,23,640 ચો.મી.જમીન અને 1996માં 2,44,309 ચો.મી. એરપોર્ટ ઓથોરિટીને મફતમાં આપી હતી.

આ જમીન પર આડેધડ પાર્કિંગ ચાર્જ લેવામાં આવે નહીં તે માટે સામાજિક કાર્યકરે રિક્ષા ચાલકો સાથે મળી જિલ્લા કલેકટર અને એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર સહિત રિક્ષા ચાલકોએ જિલ્લા કલેકટર અને એરપોર્ટ ઓથોરિટી સમક્ષ રજૂઆત કરી છે કે, એરપોર્ટના પાર્કિંગ ચાર્જમાં રિક્ષાનો માત્ર પીકઅપ ચાર્જ રૂપિયા 60 છે, જે ઘટાડી માત્ર રૂપિયા 10 અને કારનો 10 મિનિટથી લઇ એક કલાક સુધીનો રૂપિયા 90નો ચાર્જ ઘટાડીને રૂપિયા 20 વસૂલવો જોઇએ.

સામાજિક કાર્યકર સુનિલ પટેલે આરટીઆઇમાં માહિતી માગી હતી કે, ગત 27મી એપ્રિલ, 2021ના રોજ કરેલી રજૂઆતના સંદર્ભમાં કોઇ નિર્ણય કરાયો હતો. એરપોર્ટ ઓથોરિટીએ લેટર મળ્યો નહીં હોવાનો જવાબ આપ્યો હતો. પાર્કિંગ અને પેનલ્ટીનો પોલિસી અંગે કોઇ સરક્યુલર છે. જવાબમાં 7મી નવે.2021થી અદાણીને અમદાવાદ એરપોર્ટ હેન્ડઓવર કરાયું છે. એરપોર્ટને સરકાર તરફથી મળેલી મફતની જમીન પર પાર્કિંગ ચાર્જ વસૂલવા બાબતની માહિતીમાં પણ કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...