કૌભાંડ:સેનિટાઇઝર ખરીદી વિવાદમાં આરોગ્ય અધિકારી પાસેથી ચાર્જ પાછો લેવાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાની મહામારી વચ્ચે દોઢ કરોડના સેનિટાઇઝરની ખરીદીમાં આક્ષેપ બાદ ખુલાસો નહીં આપવા અને ફરજ પર બેદરકારી દાખવવા બદલ અમદાવાદ જિલ્લા પંચાયતના  મુખ્ય  આરોગ્ય અધિકારી સતિષ મકવાણા પાસેથી ચાર્જ લઇ શિલ્પા યાદવને સોંપવામાં આવ્યો છે.

નવા સીડીએચઓ શિલ્પા યાદવ  અગાઉ સાત વર્ષ આ સ્થાન પર હતા. તેમના કાર્યકાળમાં પણ ગેરરીતિના આક્ષેપ થયા છે. સતિષ મકવાણાની બદલી કરવા જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેને જગદીશ મેણિયાએ આરોગ્ય સચિવ સહિત મંત્રી સુધી રજૂઆત કરી હતી, જેના પગલે સરકાર દ્વારા સતિષ મકવાણા પાસેથી સોમવારે ચાર્જ પરત લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...