ગુજરાતના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડની તપાસ હવે પૂરઝડપે થઈ રહી છે અને અન્ય કેસની તપાસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે મિથેનોલ સપ્લાય કરનાર સમીર પટેલ અને તેના સાથીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભાગેડું સમીર પટેલને પકડવા માટે ગુજરાતના તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે, બીજી તરફ આ કેસમાં દસ દિવસમાં ચાર્જશીટ સબમિટ થઈ જાય તેવી તૈયારીઓ થઈ ગઈ છે અને દસ દિવસમાં તપાસ એજન્સી ચાર્જશીટ કોર્ટમાં સબમિટ કરી દેશે. જેમાં મુખ્ય આરોપી મિથેનોલના સપ્લાયર અને વોન્ટેડ છે. જેથી અનેક રાજ તેની સાથે ગાયબ છે. બીજી તરફ એસઆઈટી દ્વારા લઠ્ઠાકાંડ સંદર્ભે અમદાવાદ જિલ્લાના કેટલાક શકમંદ પોલીસ કર્મચારીઓની પણ વિગતો જાણવા મળી છે જેને પોતાના બચાવ માટે મરણીયા પ્રયાસ કર્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
લઠ્ઠાકાંડ અગાઉ પણ મિથેનોલ સપ્લાય થતું
ગુજરાતમાં બનેલા લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર દેશમાં ગુજરાતનું નામ ફરીથી બદનામ કર્યું છે. દારૂને અંદર મિથેનોલ હોવાથી આ સમગ્ર લઠ્ઠાકાંડને કેમિકલ કાંડ નામમાં આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ કેમિકલ કાંડના સપ્લાયર સમીર પટેલ અને તેના સાથીઓ હાલ ગાયબ છે. આ સમગ્ર મામલાની તપાસ કરનાર અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, જે જગ્યાએથી મિથેનોલ જતું હતું, તે હાલ પૂરતું નહીં પણ આવી રીતે અગાઉ પણ જતું હોય તેવી હાલ વિગતો સાંપડી રહી છે, પરંતુ સમીર પટેલના મળ્યા બાદ જ આ સમગ્ર મામલો સામે આવશે. બીજી તરફ દસ દિવસમાં જ આ સમગ્ર મામલાની ચાર્જશીટ કરી દેવાની તૈયારી કરી દેવામાં આવી છે અને જે પૂર્ણતાના આરે છે.
દારૂ કેસમાં કેટલાક પોલીસકર્મીની શકમંદ ગતિવિધિ
મળતી માહિતી પ્રમાણે અમદાવાદ જિલ્લામાં અગાઉ પકડાયેલા દારૂ સંદર્ભે કેટલાક પોલીસ કર્મીઓની શકમંદ ગતિવિધિ પણ કેટલાક અધિકારીઓની સામે આવી છે. જેમની સામે પણ ટૂંક સમયમાં તપાસ શરૂ થાય તેવી શક્યતા છે. લઠ્ઠાકાંડ થયા બાદ અમદાવાદ જિલ્લા એસપી અને બોટાદ જિલ્લા એસપીની બદલી કરી દેવામાં આવી છે. ત્યારે હજી આ જિલ્લામાં કેટલાક સકમંદ પોલીસ કર્મચારીઓ જેમની શંકાસ્પદ ગતિવિધિઓ ગુનેગારો સાથે હતી. તેઓનો ડેટા એકત્રિત કરીને તેમને સ્કેનિંગમાં મૂકી દેવામાં આવ્યા છે.
કોઈને પણ છોડાશે નહીં
અમદાવાદ જિલ્લા અને બોટાદ જિલ્લામાં કેટલાક શકમંદ પોલીસ કર્મચારીઓ જે ગુનેગાર સાથે સંબંધ ધરાવતા હતા, તેની પણ તપાસ કરવા માટે ગાંધીનગરથી સૂચના આપી દેવામાં આવી છે. જ્યારે આ સમગ્ર મામલો હવે કોઈને પણ નહીં છોડવામાં આવે તેવી તૈયારીઓ તપાસ એજન્સી અને એસઆઇટી દ્વારા કરી દેવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટના?
બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પીવાથી 57 લોકોનાં મોત થયા છે. ગુજરાતને સ્તબ્ધ કરનાર આ ઘટના સોમવારે બની હતી. લઠ્ઠાકાંડના જયેશ નામના મુખ્ય આરોપીની પીપળજથી ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીએ 600 લીટર કેમિકલ પૂરું પાડ્યું હતું. AMOS કેમિકલ કંપનીમાંથી મેથિનોલ લવાયુ હતું. SIT,ક્રાઈમ બ્રાંચની ટીમ આ અંગે તપાસ કરી રહી છે.
લઠ્ઠામાં 98 ટકા કરતાં વધુ મિથાઇલનું મિશ્રણ હોવાની તારણ
એફએસએલની તપાસમાં જણાયું કે અમૂક સેમ્પલમાં 98.71 ટકા તથા 98.99 ટકા મિથાઇલ આલ્કોહોલની હાજરી જણાઇ હતી. સારવાર હેઠળ દર્દીઓની ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંર્દભે એફએસએલના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.