રબારી સમાજની પ્રતિજ્ઞા:લગ્ન પૂર્વે ચાંલ્લા પ્રથા, કંકોત્રી વખતે પહેરામણી જેવી પ્રથા દૂર કરી

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાજિક સુધારણા પરિષદની બેઠકમાં કુરિવાજો દૂર કરવા સર્વસંમતિથી નિર્ણય
 • ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માગ

રબારી સમાજની સામાજિક રીતિ-રિવાજ સુધારણા પરિષદની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના તમામ 14 પરગણાના સંતો, મહંતો, આગેવાનો અને રાજ્યમાંથી 2 હજાર જેટલા લોકો હાજર રહ્યા હતા. બેઠકમાં સમાજમાં શુભ-અશુભ પ્રસંગે થતા બિનજરૂરી ખર્ચ બંધ કરવા અને કેટલાક કુરિવાજોને છોડવા સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો. પરિષદના પ્રવક્તા નાગજી દેસાઈએ જણાવ્યું હતું કે, તમામ સુધારણાનો 11 ઓગસ્ટ, રક્ષાબંધનના દિવસથી અમલ કરવામાં આવશે.

રવિવારે શહેરમાં ગુજરાત માલધારી મહાપંચાયતની બેઠકમાં સરકાર દ્વારા મંજૂર કરાયેલો ઢોર નિયંત્રણ કાયદો, 2022 રદ કરવાની સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, લમ્પી વાયરસથી પશુધનના મોતના કિસ્સામાં ગાયના માલિકોને સહાય તેમ જ બીમાર પશુઓને સારવાર પૂરી પાડવા, સુરત અને વડોદરામાં કોર્પોરેશનમાં માલધારી મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માગણી સાથે સર્વસંમતિથી ઠરાવ પસાર કરાયો હતો.

આ નિર્ણય લેવાયા

 • લગ્નમાં ડીજે લાવવા નહીં
 • કંકોત્રી વખતે પહેરામણી નહીં
 • લગ્ન બાદ રિસેપ્શન બંધ રાખવું
 • લગ્ન પૂર્વે ચાંલ્લા પ્રથા બંધ
 • દવાખાને દર્દીના ઘરનું ન જમવું
 • બેસણું કોઈપણ દિવસે રાખવું
 • સગાઈવિધિમાં 5 લોકોની મર્યાદા
 • સગાઈમાં સોનાનો દાગીનો નહીં
 • બર્થ ડેની ઉજવણી ઘરમાં કરવી
 • સગાઈમાં સાદો રૂપિયો આપવો
 • સીમંત પ્રસંગ ઘરે સાદાઈથી કરવો
 • બાળકના જન્મ વખતે બે જોડી કપડાં જ લાવવા
અન્ય સમાચારો પણ છે...