પિક અવર્સમાં રાહત મળી શકે:ટ્રાફિક માટે પંકાયેલાં જંક્શનનો પર સિગ્નલના ટાઇમમાં ફેરફારથી ડ્રાઇવિંગ ટાઇમ 10થી 12 મિનિટ બચી શકે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ધૈર્યા રાઠોડ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ટ્રાફિકની સમસ્યા હલ કરવા સેપ્ટના વિદ્યાર્થીઓએ વિવિધ ચાર રસ્તા, સર્કલ પર જઈ કરેલા અભ્યાસ
  • કેટલાંક સ્થળે સર્કલના કદમાં પણ ફેરફાર કરવાનું સૂચન

શહેરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર બની રહી છે. સવારે 9.30થી 10.15 અને સાંજે 6.30થી 8.15 દરમિયાન મોટાભાગના વિસ્તારમાં ટ્રાફિકજામની સમસ્યા રૂટિન બની છે. સેપ્ટ યુનિવર્સિટીના ફેક્લ્ટી ઓફ ટેક્નોલોજીના સ્ડુડન્ટ્સે અર્બન ઈન્ટરસેક્શન ડિઝાઈન અને એનાલિસીસ સ્ટડીથી ટ્રાફિકની સમસ્યાને નિવારવાના કેટલાક સોલ્યુશન્સ તૈયાર કર્યા છે.

પ્રોફેસર કોમલ પરીખ અને બિરવા જોશીના માર્ગદર્શન હેઠળ એકેડેમિક સ્ડુડિયો પ્રોજેક્ટના ભાગરૂપે સ્ટુડન્ટસે વિવિધ ક્રોસરોડ, સર્કલ પર જઈ સમસ્યાઓને સમજીને સોલ્યુશન્સ તૈયાર કર્યા છે. સ્ટુડન્ટ્સે મિનિમલ ડિઝાઇન અને સિગ્નલના સમયમાં ફેરફાર સૂચવ્યો છે. જેનાથી પિકઅવર્સમાં આ જંક્શન્સ પર ટ્રાફિકની સમસ્યા હલ થશે અને અમદાવાદનો એવરેજ ડ્રાઇવ ટાઇમ 10-12 મિનિટ ઘટી શકે છે.

નેહરુનગર સર્કલ
રોજ પીક અવર્સમાં 11261 વાહનની અવરજવર
હાલની સ્થિતિ
1.સર્કલની અસ્પષ્ટ ડિઝાઇનથી BRTS બસને ટર્નિંગમાં પ્રોબ્લેમ
2. ક્લિયર માર્કિંગ હોતા નથી

સોલ્યુશન્સ
સર્કલની સાઇઝ 33 મીટરથી 15 મીટર કરવી { હાલનો સિગન્લ સમય 212 સેકન્ડથી ઘટાડી 185 કરવો {પિક અવર્સમાં BRTSનો ગ્રીન ટાઇમ વધારવો

શિવરંજની ક્રોસ રોડ
રોજ પીક અવર્સમાં 6273 વાહનની અવરજવર
હાલની સ્થિતિ
1. ચાર રસ્તા પર વાહન અને બસની લેન એક જ હોવાથી પિક અવર્સમાં ટ્રાફિક જામ
2. પિક અવર્સમાં લાંબી લાઇનથી સિગ્નલ સરળતાથી દેખાતું નથી

સોલ્યુશન્સ સિગન્લ ટાઇમ 170 સેકન્ડથી વધારી 240 કરવો { BRTS કોરિડોરની રેલિંગ એક્સટેન્ડ કરી શકાય.

સતાધાર ચાર રસ્તા
રોજ પીક અવર્સમાં 5058 વાહનની અવરજવર
હાલની સ્થિતિ
સિગન્લની નજીક આવેલા અન સિગ્નલાઈઝ્ડ ટી ઈન્ટરસેક્શનના કારણે હેવી ટ્રાફિકજામની સમસ્યા
સોલ્યુશન
હાલનો સિગન્લ ટાઇમ 191 સેકન્ડથી ઘટાડી 170 કરવા ઉપરાંત ટી ઇન્ટરસેક્શન માટે નવી સિગન્લની ડિઝાઇન બનાવી ટ્રાફિક મેનેજ કરી શકાય.

હેલ્મેટ ચાર રસ્તા
રોજ પીક અવર્સમાં 12147 વાહનની અવરજવર
હાલની પરિસ્થિતિ
પિક અવર્સમાં ટ્રાફિક જામ તેમજ વાહનોને પસાર થવામાં વિલંબ
સોલ્યુશન
સિગ્નલ ટાઇમ 184 સેકન્ડથી વધારી 223 સેકન્ડ કરવામાં આવે અને ડિઝાઇનમાં મિનિમલ ફેરફાર કરવામાં આવે તો પીક અવર્સ સહિતના ટાઇમમાં ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય છે.

નવરંગપુરા
રોજ પીક અવર્સમાં 14152 વાહનની અવરજવર
હાલની પરિસ્થિતિ
1. રોડ પર પાર્કિંગના કારણે લેનની પહોળાઇ ઘટતા ટ્રાફિકજામ
2. પેવમેન્ટ પાર્કિંગ ના હોવાને કરાણે ટ્રાફિક જામ થાય છે.
સોલ્યુશન્સ
સિગ્નલ ટાઇમ 134 સેકન્ડથી વધારી 180 કરી શકાય { મુખ્ય રસ્તા પર મીડિયનની સાઇઝ 150 મીટર કરી ટ્રાફિકજામ રોકી શકાય.

અન્ય સમાચારો પણ છે...