તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન મામલે વિવાદ:સરકારના નિયમો બદલાતાં લોકોની મુશ્કેલી વધી, બીજો ડોઝ બાકી હોય તેવા લોકો સલાહ માટે ડૉક્ટર પાસે દોડ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રાઇવ ઇન ખાતેનું ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર શુક્રવારે બંધ રહ્યું હતું. - Divya Bhaskar
ડ્રાઇવ ઇન ખાતેનું ડ્રાઇવ થ્રૂ વેક્સિનેશન સેન્ટર શુક્રવારે બંધ રહ્યું હતું.
  • કેન્દ્રો પર રસીનો મર્યાદિત જથ્થો આવતો હોવાથી પણ પરેશાની

વેક્સિનેશન માટે સરકાર પોતાની પોલિસી રોજેરોજ બદલી રહી છે. આ કારણે ખાસ કરીને જેમને વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે એવા સિનિયર સિટિઝન ભારે પરેશાન થઈ રહ્યાં છે. સૌ પ્રથમ સરકારે બે વેક્સિન વચ્ચે એક મહિનાનો ગાળો રાખવા કહ્યું હતું ત્યારબાદ તે વધારીને 42 દિવસ કર્યા હતા અને હવે નવી ગાઈડ લાઈન મુજબ 84 દિવસનો ગાળો કર્યો છે. આમ વેક્સિન લેવા કઈ પોલિસીને અનુસરવી તે દુવિધા ઉભી થઈ છે. ગુરુવારે શહેરમાં 18થી 44 વયજૂથના 7595 લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં 4386 પુરૂષ અને 3209 મહિલાઓનો સમાવેશ થયો છે.

ગુરૂવારથી ત્રણ દિવસ માટે 45થી વધુ વયના લોકો માટે સદંતર વેક્સિનેશન કાર્યક્રમ બંધ કરવામાં આવ્યો છે. આ કારણે જે સિનિયર સિટિઝને આ ત્રણ દિવસમાં વેક્સિન લેવાનો સમય હતો તેમના માટે મુશ્કેલી ઊભી થઈ છે. આ સિનિયર સિટિઝનો ડૉક્ટરોનો પાસે સરકારની પોલિસીનું વેરિફિકેશન કરી રહ્યાં છે અને બે વેક્સિન વચ્ચેનો ગાળો વધશે તો કોઈ નુક્શાન તો નહીં થાય તેની ખરાઈ રહી રહ્યાં છે. સેન્ટરો પર મર્યાદિત સંખ્યામાં વેક્સિનેશનનો જથ્થો આવતો હોવાથી પણ પરેશાની છે.

અન્ય સમાચારો પણ છે...