તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Change Of 'Your Wish' In The Newspaper Of Your Choice From Today, For The First Time In The History Of Gujarati Newspapers, Every Sunday, A Female Editor

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘તમારી મરજી’નાં પરિવર્તન:તમારી મરજીના અખબારમાં આજથી ‘તમારી મરજી’નાં પરિવર્તન, ગુજરાતી અખબારોના ઇતિહાસમાં પહેલીવાર દર રવિવારે મહિલા સંપાદક

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરમાં આગામી 21 ફેબ્રુઆરીથી દર રવિવારે પ્રતિષ્ઠિત ગુજરાતી મહિલા તંત્રી હશે. કોઈ અખબારમાં રવિવારે અખબારનું સુકાન મહિલા ગેસ્ટ એડિટર સંભાળે એવું ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. એ દિવસે મહિલા ગેસ્ટ એડિટર ફ્રન્ટ પેજ, સિટી ફ્રન્ટ પેજ, સિટી ભાસ્કર તથા સ્ટેટ પેજના સમાચારો પસંદ કરશે. સાથે જ તમારા દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ પણ આપશે અને ફ્રન્ટ પેજ પર તંત્રી લેખ પણ લખશે.

ભાસ્કર મહિલા ગેસ્ટ એડિટરને પૂછો સવાલ
દિવ્ય ભાસ્કર 21ફેબ્રુઆરીથી એક પહેલ કરવા જઈ રહ્યું છે. દર રવિવારે દિવ્ય ભાસ્કરની ગેસ્ટ એડિટર તરીકે ગુજરાતની એક પ્રતિષ્ઠિત મહિલા હશે. 21 ફેબ્રુઆરીએ ભૂતપૂર્વ મિસ ઈન્ડિયા, અભિનેત્રી અને ટીચર ટ્રેનર ડૉ. સ્વરૂપ સંપટ રાવલ અતિથિ સંપાદક તરીકે હશે. અખબારમાં તેમની પસંદગીના સમાચાર તો હશે જ સાથે પોતાના વિચારો અંગે એક એડિટ નોંધ પણ લખશે. જો તમે તેમને કોઈ સવાલ પૂછવા માંગતા હો તો અમને મોકલી શકો છો. અમે તમારા સવાલ તેમને પૂછીશું અને પસંદગીના સવાલોના જવાબ પ્રસિદ્ધ કરીશું. આપ તમારા સવાલ 18 ફેબ્રુઆરી સુધીમાં અમને અમારા મેલ આઈડી femaleguesteditor@dbcorp.in પર મોકલી શકો છો.

તમારી મરજીના આધારે અખબારમાં આ નવાં પરિવર્તનો

લક્ષ્ય: નોકરી-રોજગાર વિશે દર મંગળવારે 1 પેજ
16 ફેબ્રુઆરીથી દર મંગળવારે યુવાનોની સૌથી મહત્ત્વની પ્રાથમિકતા ગણાતા નોકરી અને રોજગાર પર વિશેષ પેજ. આ પેજમાં દર સપ્તાહે ગુજરાતમાં અને દેશમાં ક્યાં-ક્યાં કેવી નોકરીઓની તકો સર્જાઈ છે, સાથે જ આ નોકરી માટે કેવી રીતે અરજી કરશો અને શું કાળજી રાખશો વગેરે મહત્ત્વની જાણકારી પણ અપાશે.

વડલાની શીળી છાયામાં: સિનિયર સિટિઝન માટે દર ગુરુવારે બે વિશેષ પેજ, એમની પોઝિટિવ સ્ટોરીઝ સાથે
18 ફેબ્રુઆરીથી દર ગુરુવારે ધર્મદર્શન પૂર્તિમાં પરિવારના મોભી એવા વડીલો માટે ખાસ બે વિશેષ પેજ. આ પેજમાં પોઝિટિવ સ્ટોરીઝ તો હશે જ સાથે કુટુંબ કથા, ઉપયોગી જાણકારી અને પરિવારને તેમની પાસેથી મળતા સંસ્કારોના વારસા વિશે ખાસ લેખો પણ હશે, સાથે જ ઇમોશનલ/પ્રેરણાદાયી તસવીર પણ ખરી.

મધુરિમા પોસ્ટ: મધુરિમામાં દર મંગળવારે વિવિધ ક્ષેત્રની મહિલાઓ મોકળા મને લખશે મનની વાત
સમાજ, રાજ્ય અને દેશ વિશે એવા ઘણા મુદ્દાઓ છે જેના પર વિવિધ ક્ષેત્રે સક્રિય મહિલાઓ પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરવા માગે છે. દર મંગળવારે મધુરિમામાં હવે તેઓ ખૂલીને પોતાની વાત રજૂ કરશે.

ગુજરાતનો વિચાર: વાચકોને સ્પર્શતા મુદ્દાઓ પર વિશેષ લેખ જે દર સોમવારે ફ્રન્ટ પેજ પર વાંચવા મળશે
22 ફેબ્રુઆરીથી દર સોમવારે ફ્રન્ટ પેજ પર વિશેષ લેખ. દેશ અને રાજ્યના વિવિધ મુદ્દાઓ, ઘટનાઓ, પ્રવાહો વિશે ગુજરાતીઓના મનમાં શું ચાલી રહ્યું છે તે વિશે આધારિત રહેશે આ લેખ. આ વિશેષ લેખના લેખક હશે એન્કાઉન્ટર અને બુધવારની બપોરના જાણીતા લેખક અશોક દવે.

શબ્દોના મલકમાં: ગુજરાતના સાહિત્યજગત અને સાહિત્યકારો પર કળશ પૂર્તિમાં વિશેષ આર્ટિકલ
શબ્દો થકી આપણને સતત ઊર્જા, પ્રેરણા આપતા અને જીવનના સૂત્ર શીખવતા સમૃદ્ધ ગુજરાતી સાહિત્યની અમરકૃતિઓ અને ગુજરાતના જાણીતા સાહિત્યકારો વિશે હવે દર બુધવારે કળશ પૂર્તિમાં ખાસ શબ્દ સૃષ્ટિ કૉલમ.

ગૌરવવંતા ગુજરાતી: ગુજરાતની જાણીતી હસ્તીઓના જીવન વિશે રસપ્રદ માહિતી
ગૌરવવંતા ગુજરાતની એવી હસ્તીઓ જેમણે માત્ર દેશ નહીં પણ દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વગાડ્યો છે. દર રવિવારે રસરંગમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર -યોગદાન આપનાર અને સફળતા મેળવનાર ગુજરાતીઓ વિશે રસપ્રદ અને પ્રેરક માહિતી.

રિપોર્ટર રજની: સરકાર અને સચિવાલયની અંદર વાતો, આંતરિક પ્રવાહો વિશે દર સોમવારે ખાસ કૉલમ
સત્તાપક્ષ હોય કે વિપક્ષ, સંગઠન હોય કે સંસ્થા કે પછી વહીવટનું સુકાન સંભાળતી બ્યુરોક્રસીમાં અંદરખાને ચાલતી વાતો, હલચલ, નવાજૂની અને આવું બીજુ ઘણુંબધું દર સોમવારે રિપોર્ટર રજની દ્વારા તમારા સુધી પહોંચશે.

ધારાવાહિક નૉવેલ હવે દરરોજ દેશ-વિદેશ પેજ પર
રહસ્ય, રોમાંચ, એક્શન, સેક્સ અને ડ્રામાથી ભરપૂર ધારાવાહિક નૉવેલ આગામી પહેલી માર્ચ સોમવારથી દરરોજ દેશવિદેશ પેજ પર.

યુટિલિટી એટલે કે તમારા રોજબરોજના જીવનની જરૂરિયાતના સમાચારો વધુ સ્પષ્ટ અને સરળતાથી
એવા દરેક સમાચારો જે તમારી દિનચર્યા સાથે જોડાયેલા છે, જે તમારા જીવન સાથે જોડાયેલા છે એ હવે દરરોજ સિટી ફ્રન્ટ પેજ પર, સિટી ભાસ્કર અને બિઝનેસ પેજ પર વધુ સ્પષ્ટ અને સરળતાથી વાંચવા મળશે.

સિટી ફ્રન્ટ પેજ પર સમાચારોની સાથે હવે તમારા શહેરમાં થઈ રહેલા વિકાસનાં કામોનું સ્કેનિંગ
દર સોમવારે સિટી ફ્રન્ટ પેજ પર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેમાં તમારા શહેરમાં ચાલી રહેલા વિકાસનાં કામોને સ્કેન કરવામાં આવશે.

ગુજરાત પેજ પર રસપ્રદ તસવીર અને ગામો વિશેનો રોચક અહેવાલ નિયમિતપણે વાંચવા મળશે
ગુજરાત પેજ પર દરરોજ ગુજરાતની અનોખી તસવીર. સાથે જ દર સોમવારે ‘મારા ગામના સમાચાર’. જેમાં ગુજરાતના ભાતીગળ ગામો વિશે અવનવી માહિતી.

અને આ વધુ શ્રેષ્ઠ મળશે...

  • લોકલ સમાચારો: આજથી ફ્રન્ટપેજમાં દરરોજ સ્થાનિક સમાચારો માટે વધુ જગ્યા. દેશ-દુનિયાની સાથોસાથ આપણા શહેર, ગામ સાથે જોડાયેલા મહત્ત્વના સમાચારો. વિશેષ અહેવાલો અને ફોટોગ્રાફ્સ હવે વધુ સારી શૈલીમાં.
  • પૉઝિટિવ સમાચારો: આજથી દરરોજ ઓછામાં ઓછા એક એવા સમાચાર જરૂર મળશે જે તમને પૉઝિટિવિટીથી ભરી દેશે. જે પ્રેરણા આપશે. જે તમારી આસપાસ થઈ રહેલા સારા કામો, સારા વિચારોથી તમને વાકેફ કરશે.
  • ટેકનોલોજી/વેલ્થ: આપણા જીવનનો હિસ્સો બની ગયેલી ટેકનોલોજી વિશે નોલેજ વધારનારી અને ઉપયોગી જાણકારી. એવી ટેકનોલોજી જે આપણા જીવનને વધુ સરળ બનાવતી હોય. એક પેજ વેલ્થ મેનેજમેન્ટ વિશે પણ. જેમાં ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સના વિકલ્પો વિશે જાણકારી મળશે. સાથે જ મની મેનેજમેન્ટ વિશેના ઇન્ટરેસ્ટીંગ, યુટિલિટી ન્યૂઝ પણ ખરા.
  • નવરંગ: નવરંગમાં ફિલ્મ અને ટેલિવિઝન વિશેના હવે વધુ રસપ્રદ, ઇન-ડેપ્થ સમાચારો, ઇન્ટરવ્યૂ, અંદરની વાતો, કોન્ટ્રોવર્સી અને ગ્લેમરસ ફોટોગ્રાફ્સ.
  • બાળ ભાસ્કર: બાળકોનું જગત હવે વધુ મજેદાર, વધારે રસપ્રદ અને જ્ઞાનપ્રદ બનવા જઈ રહ્યું છે. બાળ ભાસ્કરમાં બાળકોને મળશે કૉમિક્સ વાર્તાઓ, માઇન્ડ એક્ટિવીટી, નૉલેજ વધારતી રસપ્રદ સામગ્રી.
  • City ભાસ્કર: સિટી ભાસ્કરમાં સપ્તાહમાં 4 દિવસ બદલાતી લાઇફ સ્ટાઈલ અને અેના ટ્રેન્ડ પર સ્ટોરી. ફેશન, ફિટનેસ, ડેકોરથી લઇને ઓટીટી સુધીનો રોચક કંટેટ. સાથે સિટીની પોઝિટિવ લાઈફ સ્ટાઈલ પણ...

તમે સૂચન કરતા રહો, અમે અમલમાં મૂકતા રહીશું
પરિવર્તન ક્યારેય ન અટકતી પ્રક્રિયા છે. દિવ્ય ભાસ્કર અંગે તમારા મનમાં કોઇપણ અભિપ્રાય હોય, કોઇ સૂચન હોય કે કોઇ ભૂલ નજરે પડે તો અમને જરૂર જણાવશો. તમારું દરેક સૂચન અમારા માટે કીમતી છે. અમે તેને નિભાવવાનો અને તેનો યોગ્ય અમલ કરવાનો પૂરો પ્રયાસ કરીશું.

...અને વધુ તાકાતથી સાચાને સાચું અને ખોટાને ખોટું કહીશું
દિ વ્ય ભાસ્કર શરૂઆતથી જ વાચકોની મરજીનું અખબાર રહ્યું છે. અમે એ જ કર્યું છે જે વાચકો ઈચ્છે છે. આ જ વિચાર સાથે અમે તમારી પાસેથી સૂચનો માગ્યાં હતાં કે તમે અખબારમાં કેવાં પરિવર્તન ઈચ્છો છો? કેવા પ્રકારના સમાચારો વાંચવા માગો છો? અમને માત્ર 10 દિવસમાં જ હજારો સૂચનો મળ્યાં. આ સૂચનોને અમલમાં મૂકતાં આજથી અમે વિવિધ મહત્ત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહ્યા છીએ. જે તમને મુખ્ય અખબારમાં જોવા મળશે, સિટી ભાસ્કરમાં જોવા મળશે, પૂર્તિઓમાં જોવા મળશે અને તમારા વિસ્તારના પુલઆઉટ્સમાં પણ જોવા મળશે. યુવાનો, બાળકો, વડીલો અને મહિલાઓની પસંદ, તેમની જરૂરિયાતો અને તેમની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને અમે આ ફેરફારો કરી રહ્યા છીએ. આ તમામ ફેરફારો ‘તમારી મરજી’ મુજબ કરવામાં આવ્યા છે. ભાસ્કર હવે વધુ તાકાતથી સાચાને સાચું અને ખોટાને ખોટું કહેશે. આપનાં સૂચનો, અભિપ્રાયો હંમેશા આવકાર્ય છે અને રહેશે, કારણ કે દિવ્ય ભાસ્કર વાચકોની મરજીનું અખબાર છે. -તંત્રી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો