ચૂંટણીનું રિઝલ્ટ:રાજસ્થાન સેવા સમિતિમાં 35 વર્ષ પછી સત્તા પરિવર્તન, સંસ્કાર પેનલના તમામ સભ્યોનો પરાજય

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાન સેવા સમિતિના ચૅરમૅન ગણપત ચૌધરીએ કરોડના ડોનેશન ની જાહેરાત કરીને નાણાં ન આપતા તેમની સંસ્કાર પેનલના તમામ 16 સભ્યોનો પરાજય થયો છે. જ્યારે રાજસ્થાન સેવા સમિતિની ચૂંટણીમાં પી.આર. કાંકરિયાના વડપણ હેઠળની એકતા પેનલના તમામ 16 સભ્યો ચૂંટાઈ આવ્યા છે. કુલ 1529 મતદારોમાંથી 1218 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં એકતા પેનલના તમામ ઉમેદવારોને 580થી વધારે મત મળ્યા હતા.

ન્યૂ કલોથ માર્કેટ સાથે સંકળાયેલા વેપારીઓએ પી.આર. કાંકરિયાની તરફેણમાં મતદાન કરવામાં મસ્કતી કાપડ મહાજનના ગૌરાંગ ભગતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં પી.આર. કાંકરિયાની રેલી ન્યુકલોથ માર્કેટમાં પણ કાઢવામાં આવી હતી. ચેરમેન ગણપત ચૌધરીએ શાળાના નવીનીકરણને નામે 41 જેટલા ટ્રસ્ટીઓની નિમણૂક કરી હતી. આ ટ્રસ્ટીઓ પાસેથી તેમણે રૂ. 51 લાખનું ડોનેશન લીધું હતું. ડોનેશન લઇને ટ્રસ્ટી બનાવેલા ટ્રસ્ટીઓની રકમ ત્રણ વર્ષ સુધી જમા કરાવાઈ ન હતી.

એકતા પેનલના વિજેતા ઉમેદવારો
પારસમલ બાગ્રેચા, જ્યોતિન્દ્ર પ્રસાદ ચિરિપાલ, મહેન્દ્ર ચોપરા, મહેન્દ્ર કુમાર જૈન, ઉત્સવલાલ પુખરાજ કાનુગા, ભંવરલાલ જૈન, લક્ષ્મીચંદ મદાની, સુરેન્દ્રકુમાર જિરાવાલા, ઓમપ્રકાશ શ્રીશ્રીમલ, ત્રિલોકચંદ ગોયલ, ચંપાલાલ અગ્રવાલ, ભારુદાન ડુગ્ગર, રામચંદ્ર બાગ્રેચા, ભંવરલાલ ચોરડિયા અને આનંદસ્વરૂપ બજાજ

અન્ય સમાચારો પણ છે...