કસોટી:ધોરણ 9 અને 11ની પ્રથમ પરીક્ષાના સમયમાં ફેરફાર, 10.30ની જગ્યાએ હવે 11 વાગ્યે પરીક્ષા યોજાશે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 ઓક્ટોબરથી 9થી 12ની પ્રથમ કસોટી યોજાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી લેવામાં આવશે. 18 ઓકટોબરથી પ્રથમ કસોટી ચાલશે જેમાં રાજ્યભરની તમામ સ્કૂલોમાં એક સરખા પ્રશ્નપત્ર ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવશે અને પરીક્ષા સ્કૂલ કક્ષાએ યોજાશે.

ધો. 9 અને 11ની પરીક્ષાનો સમય બદલાયો
એક જ સરખું પ્રશ્નપત્ર હોવાથી તમામ સ્કૂલોમાં એક જ સમય રાખવામાં આવ્યો હતો જેમાં ધોરણ 9 અને 11ની પરીક્ષા સવારે 10:30 થી 12: 30 સુધી યોજાવાની હતી. તેની જગ્યાએ હવે સમય બદલીને 11 થી બપોરના 1 વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

પરીક્ષાનો કાર્યક્રમ
પરીક્ષાનો કાર્યક્રમ

ધો. 10 અને 12ની પરીક્ષાનો સમય યથાવત
​​​​​​​
જ્યારે ધોરણ 10 અને 12નો સમય બપોરે 2 થી 5 રાખવામાં આવ્યો હતો, તે સમય જ યથાવત રહેશે. 18 ઓકટોબરથી શરૂ થયેલ પરીક્ષા 25 ઓકટોબર સુધી ચાલશે.