માનવ ઈન્ફાસ્ટ્રક્ચર પ્રા.લિના એચ.આર મેનેજર તથા બાલાજી અગોરા મોલના સિક્યુરીટી હેડે ચાંદખેડામાં રહેતા યુવક સાથે ઝઘડો કરી પોલીસ ફરિયાદ કરીશ તો બલ્ડિંગ પરથી નીચે નાખી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ મામલે યુવકે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ચાંદખેડામાં રહેતા તેજસભાઈ પટેલ સમાજસેવાનુ કામ કરે છે. બુધવારે તેઓ ઘરે હાજર હતા ત્યારે માનવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિના એચઆર મેનેજર ભુપેન્દ્રસિંહ રાઠોડનો ફોન આવ્યો હતો અને ડાયરેક્ટરો દ્વારા કરેલી લોનની છેતરપિંડીની વાત કરી ફરિયાદ ન કરવા ધમકી આપી હતી તેમ છતાં તેજસ પટેલ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તે સમયે ભુપેંદ્રસિંહ રાઠોડ તથા તેનો મિત્ર બાલાજી અગોરામોલના સિક્યુરીટી હેડ પ્રવિણસિંહે પોલીસ સ્ટેશનની બાજુમાં લઈ જઈ ધમકી આપી કે ફરિયાદ કરી તો ઉપરથી ફેંકી દઈશ.
સિંધુભવન રોડ પર અકસ્માત
શીલજ ગામ પાસે રહેતો મુકેશજી ચૌહાણ મંગળવારે પોતાનું સ્પોર્ટ બાઈક લઈને સિંધુભવન રોડ પર જઈ રહ્યો હતો. મુકેશ ઓવરસ્પીડમાં બાઈક ચલાવતો હોવાથી સિંધુભવન રોડ પરની તાજ હોટલથી પકવાન ચાર રસ્તા તરફ જતા રોડ પર બાઈક ડીવાઈડર સાથે અથડાયું હતું. જેના કારણે મુકેશજી હવામાં ફંગોળાઈ જમીને પટકાઈ પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે સારવાર દરમિયાન મુકેશજીનું મોત નિપજ્યુ હતુ. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.