નર્મદા કેનાલ પર શુક્રવારે વહેલી સવારે એક યુવક પાણીમાં પડ્યો હતો. તેવી બૂમોનો અવાજ આવતા એક 56 વર્ષીય આધેડ દોડીને કેનાલમાં કુદી પડ્યો હતો. આ જોઇ લોકો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. યુવકને બચાવીને બહાર લાવ્યા ત્યારે લોકોને ખ્યાલ આવ્યો હતો કે, આ સીઆઇએસએફના પોલીસ ઇન્સ્પેક્ટર છે. આમ તેમણે યુવકનો જીવ બચાવ્યો હતો. લોકો, પોલીસ અને કેનાલમાં પડેલા યુવકના પરિવારને ઇન્સ્પેક્ટર શેરસિંગ દહીયાનો આભાર માન્યો હતો. આ અંગે અડાલજ પોલીસે નોંધ કરી વઘુ તપાસ હાથ ધરી છે.
નર્મદા કેનાલમાં શુક્રવારે વહેલી સવારે એક યુવક કેનાલમાં પડી ગયો હતો. દરમિયાનમાં સવારે એરપોર્ટ પર ફરજ બજાવતા સીઆઇએસએફના ઇન્સ્પેક્ટર શેરસિંગ દહીયા ત્યા પરિવાર સાથે મોંનિંગ વોક કરી રહ્યા હતા. આ દરમિયાન નજીકમાં આવેલી નર્મદા કેનાલમાં એક યુવકે પડી ગયો હતો. આ જોઇ તેના મિત્રો અને વાહન ચાલકો સહિતના લોકોએ બચાવ બચાવની બુમો પાડી હતી. આ અવાજ સાંભળી દૂર વોક કરતા શેરસિંગ આ અવાજને સાંભળી તે તરફ દોડ્યા હતા. દોડતા દોડતા જ તેમણે પણ કેનાલમાં પડતુ મુક્યું હતુ. આ જોઇ લોકો પણ દંગ રહી ગયા હતા. કેમકે આશરે 56 વર્ષના આધેડ ઉમરથી વધુ ઉંમરનો વ્યક્તિ દોડીને કેનાલમાં કુદી પડ્યા હતા.
પાણીમાં ડુબી ગયેલા યુવકને ઇન્સ્પેકટર શેરસિંગે(ઉ.56) બચાવી લીધો હતો અને કેનાલની બહાર લાવ્યા હતા. આ જોઇ લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટના સ્થળ પર પોલીસ પહોંચી હતી. યુવકનો જીવ બચી ગયો હતો. પોલીસે યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં પણ તે સામાન્ય હોવાનું ડોક્ટરે જણાવ્યું હતુ. પોલીસે જણાવ્યું હતું કે, આપઘાતની કોશિષ કરનાર યુવક સોહમ હરીહર મિશ્રા હતો. તે અમદાવાદ ચાંદખેડાનો રહેવાસી છે. તે તેના મિત્રો સાથે માછલીઓને ખવડાવવા માટે નર્મદા કેનાલ પર ગયો હતો. તે સમયે તેનો પગ લપસી જતાં તે પાણીમાં પડી ગયો હતો. તેના મિત્રોને તરતા આવડતુ ન હોવાથી તેઓ કેનાલમાં કુદ્યા ન હતા. પરંતુ મદદ માટે બુમો પાડી હતી. આ અવાજ સાંભળી સીઆઇએસએફના ઇન્સ્પેક્ટર પાણીમાં કુદીને પડી ગયેલા સોહમ મિશ્રાને બચાવી લીધો હતો. આ અંગે અડાલજ પોલીસે નોધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે હાજર લોકો અને પોલીસે સીઆઇએસએફના ઇન્સ્પેક્ટરનો આભાર માન્યો હતો. બાદમાં સોહમના માતા પિતા પણ આ ઇન્સ્પેક્ટરનો આભાર માનવા પહોંચ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.