અમદાવાદ / મોટેરા સ્ટેડિયમ પાછળ જુગાર રમાતો હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન આવ્યા બાદ ચાંદખેડા પોલીસની રેડ, 8 જુગારીઓ પકડાયા

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

  • 30થી 35 લોકો જુગાર રમતા હોવાનો મેસેજ મળ્યો હતો ને જુગારીઓ ભાગી ગયા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 09:40 PM IST

અમદાવાદ. શહેરના મોટેરા સ્ટેડિયમની પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમતા હોવાની માહિતી સ્થાનિકોએ પોલીસ કંટ્રોલરૂમને આપી હતી. કંટ્રોલરૂમને મેસેજ મળતાં ચાંદખેડા પોલીસ દોડતી થઈ હતી અને રેડ કરવા પોહચી હતી. જો કે, કેટલાક જુગારીઓ ભાગી ગયા હતા. માત્ર 8 જુગારીઓ પોલીસના હાથમાં આવ્યા હતા.

પોલીસે 8 જુગારીઓની ધરપકડ કરી
આજે બપોરે ચારેક વાગ્યાની આસપાસ મોટેરા સ્ટેડિયમના પાછળના દરવાજા પાસે 30થી 35 લોકો જુગાર રમે છે. તેવો પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. જેથી પોલીસ કંટ્રોલરૂમે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફોન કરી જાણ કરી હતી. જુગારનો મેસેજ મળતાં સર્વેલન્સ સ્ટાફ દોડતો થયો હતો અને જુગારની જગ્યાએ પહોંચતાં જુગારીઓમાં નાસભાગ થઈ હતી. જેમાંથી માત્ર 8 જુગારીઓ જ પોલીસના હાથે આવ્યા હતા. પોલીસે રાજુ ગાંડા દેસાઈ, મહેન્દ્ર પંડ્યા, દુર્ગારામ સરોજ, મિત ચાવડા, ભૂરા વણઝા રા, સદરજી વણઝારા, ધવલ મકવાણા અને નીતિન વાંસફોડાની ધરપકડ કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી