તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:અમદાવાદમાં કોર્પોરેટ ઓફિસ જેવા બિલ્ડિંગમાં ચાંદખેડા અને પાલડી પોલીસ સ્ટેશન તૈયાર, પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યુ

અમદાવાદ3 મહિનો પહેલા
ચાંદખેડા પોલીસ સ્ટેશન
  • પોલીસ સ્ટેશનમાં પાર્કિગ, લિફ્ટ, કુલર અને બાળકો માટે ઘોડીયાઘરની સુવિધા
  • ગૃહ રાજ્યમંત્રીએ બંને પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ
  • ચાંદખેડા પોલીસ પીઆઈ માટે એન્ટી ચેમ્બર અને ખાસ વ્યવસ્થા

અમદાવાદના પાલડી અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના બે નવા મકાનના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બંને પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ કોર્પોરેટ ઓફિસને ટક્કર મારે તેવા છે. પોલીસ સ્ટેશનમાં લિફ્ટ,પાણીના કુલર,ફાયર સેફટી અને પાર્કિગની ખાસ વ્યવસ્થા રાખવામાં આવી છે. બંને પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ લોકાર્પણ કર્યું હતું.

ગૃહરાજ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ
પોલીસ સ્ટેશનમાં બાળકો માટે રમકડાં અને ઘોડિયાઘર પણ બનાવવામાં આવ્યું છે. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બંને પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કર્યુ હતું. જેથી પોલીસ અને સામાન્ય લોકોને થોડાક અંશે રાહત મળી શકે. આગામી દિવસોમાં શહેરમાં બીજા પોલીસ સ્ટેશનના નવીનીકરણ અને પોલીસ લાઈનના આધુનિકરણના કામ ચાલી રહ્યા છે.

પોલીસ સ્ટેશનમાં ઉપરના માળે આવવા જવા માટે લિફ્ટની વ્યવસ્થા કરાઈ છે
પોલીસ સ્ટેશનમાં ઉપરના માળે આવવા જવા માટે લિફ્ટની વ્યવસ્થા કરાઈ છે

પાલડી લિફ્ટ સાથેનું શહેરનું પહેલું પોલીસ સ્ટેશન
પાલડી પોલીસ સ્ટેશન એ શહેરનું પહેલું એવું પોલીસ સ્ટેશન બન્યું છે જેમાં લિફ્ટની સુવિધા છે. નાગરિક કેન્દ્રીત સુવિધાસભર પોલીસમથકથી સિનિયર સિટીઝન તેમ જ શારીરિક અશક્ત નાગરિકોને ઉપયોગી પુરવાર થશે. જ્યારે ચાંદખેડાના નવનિર્મિત પોલીસ મથકમાં પોલીસીંગની સાથે નાગરિકને જરૂરી સુવિધાઓને કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે. પાલડી પોલીસ મથક 2 કરોડ 12 લાખના ખર્ચે નિર્માણ પામ્યું છે, જ્યારે ચાંદખેડા પોલીસ મથક 2 કરોડ 51 લાખના ખર્ચે તૈયાર થયું છે.

પોલીસ સ્ટેશનમાં બાળકો માટે ઘોડિયાઘર બનાવાયું છે
પોલીસ સ્ટેશનમાં બાળકો માટે ઘોડિયાઘર બનાવાયું છે

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બાળકો માટે વ્યવસ્થા
અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આજે નવા મકનામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે અહીંયા એક રૂમ બાળકો અને મહિલા માટે બનવવામાં આવ્યો છે. જેમાં રમકડાં અને ઘોડીયા જેવી વ્યવસ્થા છે.જે ઘણે અંશે પોલીસ સ્ટેશનની ઇમેજથી અલગ છે પણ તે યોગ્ય ઉપયોગ થાય તો સારું તેવું હાલ માનવામાં આવી રહ્યું છે.

ફાયર સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે
ફાયર સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે

અત્યાધુનિક પોલીસ સ્ટેશન પણ ક્યાંય CCTV કેમેરા નહીં
ચાંદખેડા પોલીસ સ્ટેશન કરોડોના ખચે બનાવવામા આવ્યું છે.પ્રથમ નજરે તો આ પોલીસ સ્ટેશન કોર્પોરેટ કચેરીને પણ ઝાંખી પડી દે તેવું છે. ત્યારે આ પોલીસ સ્ટેશનમાં તમામ બાબતોને આવરી લેવામાં આવી હતી.પણ ક્યાંય cctv કેમેરા દેખાતા ન હતા. જેથી ક્યાંક કચાસ રહી ગઈ હોવાનું દેખાઈ રહ્ય છે.

પોલીસ સ્ટેશનમાં બેસવા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
પોલીસ સ્ટેશનમાં બેસવા માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

પહેલા ભાડાના મકાનમાં ચાલતું હવે પોલીસ સ્ટેશનને પોતાનું બિલ્ડિંગ
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શહેરના પાલડી વિસ્તારમાં અંજલી બ્રિજ નીચે બનેલા નવા પાલડી પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પાલડી વિસ્તારમાં પણ પોલીસ સ્ટેશન સરકારી જગ્યાએ ભાડે ચાલતું હતું. જો કે નવું પોલીસ સ્ટેશન કોમ્પ્લેક્ષની પાછળ ગલીમાં ઉભું કરવામાં આવ્યું છે. પાલડી પોલીસ સ્ટેશન પણ બે માળનું લિફ્ટ સાથેનું બનાવવામાં આવ્યું છે.

ગૃહરાજ્યમંત્રીએ બંને પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું
ગૃહરાજ્યમંત્રીએ બંને પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યુ હતું
પોલીસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા
પોલીસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા