આયોજન:ચાંદખેડા અને ઇસનપુર વોર્ડમાં 3 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે, ચાંદખેડામાં ભાજપનાં મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું હતું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઇસનપુરમાં ભાજપ કોર્પોરેટરના અવસાનથી બેઠક ખાલી પડી હતી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ખાલી પડેલી કોર્પોરેટરની બે જગ્યાઓ માટે પણ આગામી 3 ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. જેમાં ચાંદખેડામાં મહિલા અનામત અને ઇસનપુરમાં સામાન્ય જનરલ માટેની ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાશે. બંને બેઠક પર ભાજપના ઉમેદવાર જ વિજેતા બન્યા હતા. પરંતુ રાજીનામું-મૃત્યુના કારણે બેઠક ખાલી પડી હતી.

અમદાવાદ મ્યુનિ.માં ચાંદખેડાની બેઠક પર ભાજપના મહિલા કોર્પોરેટર તરીકે પ્રતિમાબેન ભાનુપ્રસાદ સક્સેનાએ વિજયી જાહેર થયાના 2 મહિનામાં જ મ્યુનિ. કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દીધું હતું. નોંધનીય છેકે, પ્રતિમાબેને તે સમયે પોતાનું રાજીનામું પક્ષને આપવાને બદલે સીધું જ મ્યુનિ. કમિશનરને મોકલી આપ્યું હતું. તેમણે પતિની નાદુરસ્ત તબીયતને કારણે આ પદભાર સંભાળી શકે તેમ નહી હોવાનું જણાવ્યું હતું. જે મામલે ભારે વિવાદ ઉભો થયો હતો. કમિશનરને અપાયેલા રાજીનામા પત્ર બાબતે ભાજપના મોવડીમંડળને પણ બાદમાં ખબર પડી હતી.

ભાજપના ઇસનપુર વોર્ડના કોર્પોરેટર ગૌતમભાઈ પટેલનું પણ ગત જુલાઈના અંતિમ સપ્તાહમાં હ્રદયરોગના હુમલાથી મૃત્યું થયું હતું. આમ અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણીના 6 મહિનામાં જ શહેરની બે બેઠકો ખાલી પડી હતી. રાજ્ય સરકારે સોમવારે જાહેર કરેલી પેટા ચૂંટણીમાં 18મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. તો 21મી સપ્ટેમ્બરે ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ નક્કી કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...