કોરોના કાળના 2 વર્ષ બાદ અખાત્રીજના દિવસે શહેરના જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રાનું આયોજન કરાયું છે. મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, મંગળવારે અખાત્રીજના દિવસે પહેલા વૈદિક મંત્રોચ્ચાર અને મહાપૂજા સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના એમ ત્રણેયના રથનું પૂજન કરાશે.
આ રથ પૂજનમાં કોઈ રાજકીય નેતા હાજર રહેશે નહીં. રથ પૂજન બાદ રથનું સમારકામ અને રંગરોગાન સહિતની કામગીરી કરાશે. 14 જૂને જળયાત્રા યોજાશે, જેમાં રાજ્યના મંત્રીઓ હાજર રહેશે. 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા કાઢવામાં આવશે. આ રથયાત્રા ભજન મંડળી, અખાડા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં ટ્રકો સાથે નીકળશે.
આ વર્ષે પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે
જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આ વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા પરંપરાગત રીતે હાથી, અખાડા, ભજન મંડળી તેમ જ શણગારેલી ટ્રકો સાથે નીકળશે. 14 જૂને ભગવાનની જળયાત્રા યોજાશે. 1 જુલાઈએ રથયાત્રા નીકળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.