તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી વાતાવરણ બદલાશે:ગુરુવારે વરસાદની શક્યતા, 4-5 દિવસમાં પવનનું જોર પણ વધશે; 40.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

નૈઋત્યનું ચોમાસુ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેની અસરથી બુધવાર બપોર પછી અમદાવાદ સહિત અન્ય શહેરોના વાતાવરણમાં પલટો આવશે અને ગુરુવારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન રાજ્યમાં શરૂ થયેલા દક્ષિણી પવનના જોર વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો 40.0 ડિગ્રી પાર કરી જતાં રાજ્યમાં 40.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં દિવસ દરમિયાન 8થી 10 કિમીની ગતિના પવનને કારણે ગરમીથી રાહત રહી હતી. ચાર-પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિ.મી.ની ગતિએ પવન-ગાજવીજ સાથે ચોમાસુ જામવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી વધીને 40.6 અને લઘુતમ 1.9 ડિગ્રી વધીને 29.1 ડિગ્રી નોંધાયું હતું. વહેલી સવારથી અમદાવાદમાં 8થી 10 કિ.મી.ની ગતિના પવનને કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી, પણ બફારાનું પ્રમાણ વધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...