તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન વિભાગની આગાહી:અમદાવાદમાં ગુરુથી રવિવાર વચ્ચે વરસાદની શક્યતા, પવનની પેટર્ન બદલાતા ચોમાસુ આગળ વધશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 39.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ રહ્યું

17થી 19 જૂન વચ્ચે અમદાવાદમાં વરસાદની પધરામણી થવાની શક્યતા છે. 16થી 20 જૂન સુુધી કચ્છ અને આસપાસના અમુક વિસ્તારોને બાદ કરતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જવાની ધારણા છે. રાજ્યમાં 39.7 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29.1 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં ગરમીનું જોર યથાવત રહ્યાં બાદ 16 જૂનથી વાતાવરણમાં પલટો આવશે.

હવામાન વિશેષજ્ઞ અંકિત પટેલે જણાવ્યું કે, હાલની પવનોની પેટર્ન જોતાં 17 જૂનની આસપાસ ઉત્તર-પૂર્વ અરબ સાગરની આસપાસ એક અપર એર સર્ક્યુલેશન સાથે ટ્રફ રચાવાની શક્યતા છે. જેને લીધે ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ વાતાવરણ રચાતા ગુરુવારથી રવિવાર વચ્ચે અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ 20 જૂન સુધીમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસુ બેસી જશે.

અન્ય સમાચારો પણ છે...