લૉ પ્રેશર નબળું પડ્યું:અમદાવાદમાં આજે મધ્યમ વરસાદની શક્યતા; સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વરસાદના વિરામથી ગરમી 33.5 ડિગ્રી

ઓરિસ્સા પર સક્રિય થયેલી લો-પ્રેશરની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે, જેને કારણે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. પરંતુ, અમદાવાદમાં આ સિસ્ટમની અસર ઓછી થવાની શક્યતા હોવાથી 14 જુલાઇએ અમદાવાદમાં ભારે નહિ પણ મધ્યમ વરસાદ પડવાની વકી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની વકી
લો-પ્રેશરની સિસ્ટમને કારણે આગામી 24 કલાકમાં અરવલ્લી, ડાંગ, નવસારી, વડોદરા, તાપીમાં અતિભારે વરસાદ જયારે અમદાવાદ સહિત સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, વલસાડ, જામનગર, ગીર-સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને કચ્છમાં મધ્યમ વરસાદ પડશે.

અન્ય સમાચારો પણ છે...