હવામાન વિભાગની આગાહી:આજે સાંજથી હળવાં ઝાપટાં પડવા શક્યતા, ગરમી ઘટી; હજુ ચાર દિવસ ભારે વરસાદની સંભાવના નથી

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કેટલાક વિસ્તારમાં પરોઢિયે ઝાપટું પડ્યું

વાદળિયા વાતાવરણથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં 24 કલાક દરમિયાન મધ્યમથી માંડી ભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ જ્યારે અમદાવાદમાં ગુરુવાર મોડી રાત સુધીમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

શહેરમાં પરોઢિયે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી ઘટીને 38.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રી ઘટીને 26.7 ડિગ્રી નોંધાયુ હતું.

ગુરુવારે સાંજ પછી અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. પરંતુ, આગામી ચાર દિવસ દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહિવત હોવાનું હવામાન વિશેષજ્ઞ જણાવી રહ્યાં છે. જયારે આગામી અઠવાડિયા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ, મધ્ય અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદમાં પણ વરસાદી ઝાપટાંથી લઇને હળવો વરસાદ પડશે.

અન્ય સમાચારો પણ છે...