તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ચેમ્બરના હોદ્દેદારો વેપારીઓને સાંભળતા નહિ હોવાનો આક્ષેપ, હાલ માર્કેટ બંધ હોવાથી વેપારીઓની સ્થિતિ કફોડી બની

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર
  • હોદ્દેદારો સરકારમાં યોગ્ય રજૂઆત કરતા નથી: વેપારીઓ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો નાના વેપારીઓની રજૂઆતો સાંભળતા ન હોવાનો આક્ષેપ વેપારી એસોસિયેશને કર્યો છે. વેપારીઓની નાની અને પ્રામાણિક રજૂઆતને પણ ચેમ્બરના હોદેદારો સરકારમાં આગળ વધારતા ન હોવાથી વેપારી એસોસિએશને નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ કોરોનાને કારણે ચેમ્બરની જૂન મહિનામાં યોજાનારી ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના જિગર સોનીએ જણાવ્યું કે, અક્ષય તૃતિયા પર થોડો સમય દુકાનો ખોલવા દેવાની રજૂઆત કરી હતી, પરંતુ તે પણ નથી મળી. ઘણા એસોસિએશને પોતાની રજૂઆતોને ચેમ્બર સમક્ષ મૂકી છે, પરંતુ ચેમ્બરના હોદેદારો સરકારમાં યોગ્ય રજૂઆત ન કરતા તેનો ઉકેલ આવતો નથી. હાલની સ્થિતિમાં કાપડ, મોબાઇલ, સોના-ચાંદી, પગરખા, કટલરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓને પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

મસ્કતી કાપડ મહાજનના ગૌરાંગ ભગતે જણાવ્યું કે, ન્યૂ ક્લોથ માર્કેટમાં વેપારીઓ કાચો માલ લઈ પ્રોસેસ હાઉસોમાં કાપડ બનાવતા હોય છે. ઉત્પાદક એકમો ચાલુ છે, પરંતુ તેમને ઓર્ડર આપતા વેપારીઓની દુકાનો બંધ હોવાથી ઉત્પાદક એકમ કામ વગર બેઠા છે.

ચેમ્બરની જૂનમાં યોજાનારી ચૂંટણી મોકૂફ
તાજેતરમાં ગુજરાત ચેમ્બરની કારોબારી બેઠકમાં અગામી જૂનના અંતમાં યોજાનારી ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મુદ્દે હાઈપાવર કમિટીનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. હાઈપાવર કમિટી તરફથી ચૂંટણી મુલતવી રાખવાનો નિર્ણય આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...