ચેઈન સ્નેચિંગ ગેંગ ઝડપાઈ:અમદાવાદના બાપુનગરમાં 70 વર્ષીય વૃદ્ધાના 2 તોલા સોનાનો દોરાની સ્નેચિંગ કરનાર ગેંગ ઝડપાઈ, CCTVના કારણે આરોપી ઝડપાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચેઈન સ્નેચિંગ ગેંગને બાપુનગર પોલીસે ઝડપી પાડ્યા - Divya Bhaskar
ચેઈન સ્નેચિંગ ગેંગને બાપુનગર પોલીસે ઝડપી પાડ્યા
  • પબ્લિકની ઓછી અવરજવર હોય તેવી જગ્યાએ દાગીના પહેરી નીકળનારને ટાર્ગેટ ગેંગ ટાર્ગેટ કરી સ્નેચિંગ કરતી
  • સોનાની ચેઈનની સ્નેચિંગના 15થી વધારે ગુનાઓને અંજામ આપી ચૂકેલી ગેંગને બાપુનગર પોલીસે ઝડપી પાડી

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. શોર્ટકટમાં રૂપિયા કમાવા માટે આ ટોળકીએ 15થી વધારે ગુનાઓને અંજામ આપ્યા છે. પણ આખરે આ ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઇ અને બાપુનગર પોલીસના સકંજામાં આવી ગઈ હતી. 70 વર્ષીય વૃદ્ધાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ કરતાં આરોપી CCTV કેમેરામાં કેપ્ચર થતાં પોલીસે ટોળકી ઝડપી પાડી હતી.

ચીલઝડપનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો
બાપુનગર પોલીસે પકડેલી ટોળકી સોનાના દોરાની ચીલઝડપ કરવામાં માહેર છે. છેલ્લા ઘણાં વર્ષોથી આ ટોળકીએ શહેરના પૂર્વ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરીને તરખાટ મચાવ્યો હતો. જેમાં આ વખતે ટોળકીના શખસોએ બાપુનગરની ગવર્મેન્ટ ઈ- કોલોની ખાતે સોનાના દોરાની ચીલઝડપને અંજામ આપ્યો હતો. જો કે, ચીલઝડપનો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો. 70 વર્ષીય એક વૃદ્ધાના ગળામાંથી બે તોલાની ચેઇન તોડીને બાઈક પર ફરાર થતાં બે આરોપીઓ CCTV કેમેરામાં ઝડપાઈ ગયા હતા

બાપુનગરની ગવર્મેન્ટ ઈ- કોલોનીમાં વૃદ્ધાની ચેઈન સ્નેચિંગ કરાઈ હતી
બાપુનગરની ગવર્મેન્ટ ઈ- કોલોનીમાં વૃદ્ધાની ચેઈન સ્નેચિંગ કરાઈ હતી

ગેંગનો માસ્ટમાઈન્ડ અન્ય સાથે મળી ચીલઝડપ કરતો
બાપુનગર પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી ગણતરીના દિવસોમાં ચેઇન સ્નેચિંગ કરતી ટોળકીને ઝડપી પાડી હતી. અમદાવાદ પૂર્વના અલગ-અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ ગુનાને અંજામ આપતી આ ટોળકી ઝડપાઈ ગઈ છે. આ ટોળકીનો માસ્ટરમાઈન્ડ આનંદ દંતાણી છે. જે છેલ્લા ઘણા વર્ષોથી આ ટોળકી સાથે મળીને સોનાના દોરાની ચીલઝડપની ઘટનાઓને અંજામ આપતો હતો. જેમાં તેના સાગરિતો મહેશ પટ્ટણી, કરસન દંતાણી અને શ્યામ ઉર્ફે રાજેશ બારોટ ઝડપની ઘટનાને અંજામ આપ્યા બાદ મુદ્દામાલ વેચી રૂપિયા ભાગે પડતા લઈ લેતા હતા.

ગેંગનો સોફ્ટ ટાર્ગેટ વૃદ્ધાઓ રહેતી
ટોળકીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પબ્લિકની ઓછી અવરજવર હોય તેવી જગ્યાએ દાગીના પહેરીને નીકળનાર વ્યક્તિને ટાર્ગેટ કરતાં અને ઘટનાને અંજામ આપતા હતા. વૃદ્ધ મહિલા ગેંગનો સોફ્ટ ટાર્ગેટ રહેતી હતી. હાલ તો સોનાના દોરાની ચીલઝડપના 15થી વધારે ગુનાઓને અંજામ આપી ચૂકેલી આ ટોળકીને બાપુનગર પોલીસે ઝડપી પાડી છે. પોલીસની પૂછપરછ દરમિયાન ચીલઝડપ થયેલો મુદ્દામાલ પણ રિક્વર કયો છે. પોલીસ માની રહી છે કે અગાઉ 15 ગુનામાં સંડોવાયેલી આ ટોળકીના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ ખુલશે અને તેની સાથે જોડાયેલા વધુ સાગરિતોના નામ પણ બહાર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...