તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેન સ્નેચિંગ:કાલુપુરમાં સિંચાઈ કર્મીના ગળામાંથી ચેન સ્નેચિંગ તો લો ગાર્ડન પાસે મહિલાનો સોનાનો દોરો તોડીને 2 બાઈકસવાર ફરાર

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નરોડાના કઠવાડા રોડ પર આવેલી મધુવન સોસાયટીમાં રહેતા રોહિતકુમાર પાથર(32) એક મહિનાથી કચ્છ જિલ્લાના ભચાઉ ખાતે સિંચાઈ વિભાગમાં નોકરી કરે છે. ગત 27 ઓગસ્ટે રોહિતકુમાર ભચાઉથી અમદાવાદ ટ્રેનમાં આવ્યા હતા. કાલુપુર સ્ટેશને ટ્રેનમાંથી ઉતરીને રોહિતકુમાર ઘરે જવા રિક્ષામાં બેઠા હતા. ત્યારે બાઈક ઉપર સવાર 2 યુવાન તેમનો પીછો કરી રહ્યા હતા. રિક્ષા ચાલકે કાલુપુર ચબુતરા પાસે પેસેન્જર લેવા માટે રિક્ષા ઊભી રાખી હતી ત્યારે બાઈક સવાર બંને યુવાન તેમની નજીક આવ્યા હતા અને ગળામાંથી સોનાનો દોરો (કિંમત રૂ.80 હજાર) તોડીને ધૂમ સ્ટાઈલે ફરાર થઇ ગયા હતા. આ અંગે કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમરેલીના મહિલાનો અછોડો તોડ્યો
ફરી એક વખત શહેરમાં ચેન સ્નેચિંગની ઘટના વધી રહી છે. અમરેલીમાં રહેતા સોનલબહેન ચિરાગભાઈ માધડ(33) ગત 27 ઓગસ્ટે સાંજે જીવરાજ પાર્ક પ્રથમ રેસિડેન્સીમાં રહેતા નણંદોઈ લલીતભાઈ બધાભાઈ સોધરવાના ઘરે આવ્યા હતા. રાતે 9 વાગ્યે સોનલબહેન, પતિ ચિરાગભાઈ, નણંદ અને નણંદોઈ સાથે લૉ ગાર્ડન ખરીદી કરવા ગયા હતા. લગભગ 10 વાગ્યે સોનલબહેન અને ચિરાગભાઈ લાૅ ગાર્ડનથી નળ સર્કલ બાજુ ચાલતા જઈ રહ્યા હતા, ત્યારે એક બાઈક ઉપર આવેલા બે સ્નેચરે ઝડપથી સોનલબહેનના ગળામાંથી રૂ.90 હજારનો કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા. આ અંગે સોનલબહેને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સ્નેચરોને પકડવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...