તપાસ:અમદાવાદના નરોડામાં એન્વાયરો પ્રોજેકટ પર CGSTએ સર્ચ શરૂ કર્યું

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મે-2022માં સંસ્થાનું GST રજિસ્ટ્રેશન થયું હતું

નરોડા જીઆઇડીસીના કોમન ઇન્ફ્લુઅલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (નરોડા એન્વાયરો પ્રોજેક્ટ લી.) પર સીજીએસટીના અધિકારીઓએ સર્ચ કરતાં હોદ્દેદારો દોડતા થઇ ગયા હતા. અધિકારીઓની દલીલ છે કે આ સંસ્થા દ્વારા મે-2022માં જ જીએસટી નંબર લેવામાં આવ્યો છે, તે પહેલાં તેમણે કેમ નંબર લીધો નહોતો અને ઇન્કમટેક્સ પણ ભર્યો નહોતો. જેની તપાસ ચાલી રહી છે.

બીજી તરફ, હોદ્દેદારોનો ખુલાસો છે કે સંસ્થા ટ્રસ્ટ છે માટે તેનું રિટર્ન ભરવાનું થતું નથી. રિટર્ન નહીં ભરવાનું હોવાથી જીએસટી નંબર પણ લેવામાં આવ્યો નહોતો. જે ખરીદી કરી તેના પરની જીએસટીની ક્રેડિટ પણ સંસ્થાએ લીધી નથી. જોકે, જીએસટી નંબર સાથેનું સભ્યોને બિલ મળે અને સંસ્થાને ક્રેડિટ મળે તે માટે મે-2022મા સંસ્થાનું જીએસટી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને સભ્યોને જીએસટી નંબર સાથેનું બિલ આપવામાં આવે છે. હાલ તો સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ કરીને ચોક્કસ મુદ્દે ખુલાસા માટે સંસ્થાને જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...