તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારી પાસેથી લાંચનો મામલો:CGSTના જોઈન્ટ કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ રસાણિયાને 3 દિવસના રિમાન્ડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીરમાં ડાબેથી લાંચ લેતા ઝડપાયેલ CGSTના જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ ત્રિપાઠી અને સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયા. - Divya Bhaskar
તસવીરમાં ડાબેથી લાંચ લેતા ઝડપાયેલ CGSTના જોઈન્ટ કમિશ્નર નિતુસિંહ ત્રિપાઠી અને સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઇ રસાણીયા.
 • રમકડાંના વેપારી પાસેથી લાંચ લીધી હતી
 • કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા ધરપકડ કરાઈ

સીજીએસટીના જોઈન્ટ કમિશનર નીતુસિંહ ત્રિપાઠી અને સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ રસાણિયાને એસીબીએ રજૂ કરતા કોર્ટે બંનેના 31 માર્ચ,2021ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વિદેશથી ચીજ-વસ્તુઓ મંગાવીને ઓનલાઈન રિટેલ અને સેલિંગ વેબસાઈટ ઉપર વેચાણ કરતા વેપારીઓની ઈનપુર ટેક્સ ક્રેટિડ અને ઉપલબ્ધ ક્રેડિટ વચ્ચે રૂ.1.56 કરોડનો તફાવત આવ્યો હતો, જેથી સીજીએસટી દ્વારા તેમને નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસના આધારે ફાઈલ ક્લોઝ કરવા અને કોઈ ક્વેરી નહીં કાઢવા બદલ સીજીએસટીના જોઈન્ટ કમિશનર નીતુસિંહ અનિલ ત્રિપાઠી અને સુપરિન્ટેન્ડન્ટ પ્રકાશ યશવંતભાઈ રસાણિયાએ રૂ.5 લાખની લાંચ માંગી હતી. જોકે રકઝકના અંતે રૂ.1.50 લાખ આપવાનું નક્કી થયું હતું. જોકે આ અંગે વેપારીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે એસીબીની ટીમે છટકું ગોઠવીને ફરિયાદીને પૈસા આપવા માટે મોકલ્યા હતા.

દરમિયાનમાં ફરિયાદી પાસેથી પૈસા લેતા બંને રંગે હાથે ઝડપાઈ ગયા હતા. નીતુસિંહ અને પ્રકાશ રસાણિયાનો કોરોનાનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બંનેની શનિવારે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ બંનેને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે બંનેના 31 માર્ચ,2021ના સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો