• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Certificates For Such Vaccines Will Now Be Required At Home, On the spot Doses Will Be Given If The Vaccine Has Not Been Taken, Another 10 Lakh Is Yet To Be Taken.

AMCની નવી ઝૂંબેશ:હવે ઘરે આવી વેક્સિનનું સર્ટિફિકેટ માગશે, રસી નહીં લીધી હોય તો ઓન ધ સ્પોટ ડોઝ અપાશે, હજુ 10 લાખે બીજો ડોઝ લેવાનો બાકી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ.ની વિવિધ ટીમોએ ઘરે ઘરે જઈ રસી લીધી છે કે નહીં તે અંગે સરવે શરૂ કર્યો છે. - Divya Bhaskar
મ્યુનિ.ની વિવિધ ટીમોએ ઘરે ઘરે જઈ રસી લીધી છે કે નહીં તે અંગે સરવે શરૂ કર્યો છે.
  • મ્યુનિ.ની 300 ટીમોએ અભિયાન શરૂ કર્યું, અત્યાર સુધી 6.52 લાખ ઘરે જઈ તપાસ કરાઈ, એક પણ ડોઝ ન લેનારા 22,994 લોકો પકડાયા
  • જો કોઈએ​​​​​​​ વેક્સિન ના લીધી હોય તો તેનું કારણ પૂછીને નોંધ પણ કરવામાં આવે છે

વેક્સિનેશન માટે અનેક પ્રલોભનો અને આકરી જોગવાઈઓ છતાં અમદાવાદમાં 10 લાખથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી હોવાથી આખરે મ્યુનિ.એ હવે ઘરે ઘરે જઈ વેક્સિન સર્ટિફિકેટની ચકાસણી હાથ ધરી છે. મ્યુનિ.ના કર્મચારીઓની 300 ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘેર ઘેર ફરી વેક્સિન સર્ટિફિકેટની તપાસ કરી રહી છે.

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા આ અભિયાનમાં મ્યુનિ.એ અત્યારસુધી 6.52 લાખ ઘરોમાં ચકાસણી કરી છે. આ તપાસ દરમિયાન 22,994 લોકો એવા હતા જેમણે રસીનો એકપણ ડોઝ લીધો ન હતો. આવા લોકોને રસી પણ મૂકવામાં આવી હતી.

શહેરમાં વેક્સિનેશનમાં 100 ટકા સફળતા માટે મ્યુનિ.એ વિશેષ પ્રયત્નો હાથ ધર્યા છે. અત્યાર સુધીમાં 3 લાખ કરતાં વધારે તેલના પાઉચ આપ્યા બાદ ડ્રોથી આઇફોન અને 10 સ્માર્ટ ફોનની લ્હાણી કરી હોવા છતાં પણ હજુ 10 લાખ કરતાં વધારે લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે. આવા લોકોને શોધી કાઢી તેમને વેક્સિન આપવા માટે મ્યુનિ.એ હવે ડોર ટુ ડોરની ઝુંબેશ હાથ ધરી છે. જેમાં અલગ અલગ વિસ્તારમાં ચોક્કસ સોસાયટીમાં જઇને કર્મચારીઓ દ્વારા દરેક ઘરે જઇને ઘરમાં હાજર વ્યક્તિ પાસે વેક્સિન સર્ટિની ખરાઇ કરે છે. ઉપરાંત ઘરમાં તમામ સભ્યોએ વેક્સિન લઇ લીધી છેકે કેમ? તેની પણ પૂછપરછ કરાય છે.

ઘરે ઘરે સર્વેમાં વેક્સિન ચકાસણી આંકડાકીય નજરે

  • 6,52,856 મકાનોની મુલાકાત લઇ તપાસ કરાઇ.
  • 5917 સોસાયટીઓમાં ચકાસણી થઇ.
  • 6,19,660 મકાનોમાં તમામ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
  • 5,57,826 મકાનોમાં નાગરિકોએ વેક્સિનના બંને ડોઝ લીધા હતા.
  • 22,994 નાગરિકો પ્રથમ ડોઝ ન લીધો હોવાનું જાણાતાં તેમને તત્કાલ વેક્સિન આપવામાં આવી.
  • 22,646 નાગરિકોએ બીજો ડોઝની મુદત પુર્ણ થવાં છતાં વેક્સિન ન લીધી હોવાથી તત્કાલ વેક્સિન અપાવી.
  • 53,532 નાગરિકોને શોધીને વેકિસન આપવામાં આવી.

રસી માટે 3 સોસાયટી વચ્ચે એક પેરામેડિકલ ટીમ મુકાઈ
મ્યુનિ.ની પેરામેડિકલની ટીમ વેક્સિનેશનની તપાસ કરતી હોય ત્યાં 3 થી 4 સોસાયટી વચ્ચે એક વેક્સિનેશન ટીમ મુકાય છે. જો કોઇએ રસી ન લીધી હોય તો તેને તત્કાલ આ ટીમ પાસે મોકલાય છે. જો વેક્સિન ન લેવાનું જેન્યુઇન કારણ હોય તો તેની નોંધ થાય છે. વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચે બાકી રહેલા દિવસની પણ નોંધ કરવામાં આવે છે.

કોરોનાના 13 કેસ
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 કેસ નોંધાય છે. જ્યારે 13 દર્દી સાજા થયા છે. સોમવારે વધુ 20,164 લોકોને રસી આપવામાં આવી હતી. બીજી બાજુ અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 6487 લોકોને કોરોના સહાયના રૂ.50 હજારની ચુકવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત 6974 મૃતકના પરિવારજનોની અરજી મંજૂર કરી હુકમ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...