ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટની ધરપકડ:ગોધરા કાંડ વખતે ચોક્કસ લોકો સામે કોર્ટમાં ખોટી અરજીઓ કરવાના કેસમાં પૂછપરછ થશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

30 વર્ષ પહેલાં જામખંભાળિયાના પોલીસ કસ્ટોડિયલ ડેથના આરોપસર બનાસકાંઠાની જેલમાં રહેલા ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી તેમને અમદાવાદ લવાયા હતા.

સંજીવ ભટ્ટ, તીસ્તા શેતલવાડ અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી આર. બી. શ્રીકુમાર સહિતના લોકો સામે રાજ્યના માજી મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોને કાયદાકીય કલમોનો ઉપયોગ કરી આજીવન કેદ સુધીની સજા કરાવવા મામલે કોર્ટમાં અરજીઓ કરવા બદલ દાખલ થયેલા કેસમાં પૂછપરછ કરવામાં આવશે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તાજેતરમાં એક કેસ દાખલ કરાયો હતો, જેમાં ભૂતપૂર્વ સાંસદ સ્વ. અહેસાન જાફરીનાં પત્ની ઝાકિયા જાફરીના નામે અલગ અલગ કોર્ટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના લોકોની સામે કાયદાની કલમોનો ઉપયોગ કરીને આજીવન કેદ સુધીની સજા કરાવવા માટે અરજીઓ કરવાનો કેસ દાખલ કરાયા બાદ એક એસઆઈટીની રચના કરાઈ હતી. ત્યારબાદ આ કેસમાં એનજીઓ ચલાવતા તીસ્તા શેતલવાડ અને આર. બી. શ્રીકુમારની ધરપકડ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...