મંદિર કાશીમાં, આશીર્વાદ અમદાવાદમાં:સાબરમતી રિવરફ્રન્ટ પર સાધુ સંતોના ભોજન સમારોહમાં મુખ્યમંત્રીએ સંતોને પુરી અને પ્રદેશ પ્રમુખ પાટીલે શીરો પીરસ્યો

અમદાવાદ16 દિવસ પહેલા
  • સમારોહ બાદ સંતો માટે ભોજન સમારંભનું આયોજન કરાયું હતું
  • સમારોહમાં આવેલા અનેક સાધુઓ માસ્ક વગર હતા, છતાં પોલીસે ચેકિંગ ન કર્યું
  • રિવરફ્રન્ટ પર ધર્માચાર્ય આશીર્વાદ સમારોહમાં 500થી વધુ સંતો હાજર રહ્યા
  • ​​​​​​​સમારોહમાં સંતોએ વડાપ્રધાનની કામગીરીને બિરદાવી આશીર્વાદ આપ્યા
  • ​​​​​​​પી. પી. સ્વામી, મહામંડલેશ્વર અખિલેશદાસજી સહિતના સંતો જોડાયા

ઉત્તરપ્રદેશમાં દિવ્યકાશી- ભવ્ય કાશી કાર્યક્રમ અંતર્ગત નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના માટે આજે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં હતું. સમારોહમાં રાજયના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા.

રિવરફ્રન્ટ પર યોજાયેલા સમારોહના સ્ટેજ પર 100થી વધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા હતા.
રિવરફ્રન્ટ પર યોજાયેલા સમારોહના સ્ટેજ પર 100થી વધુ સંતો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ હાજર રહ્યા હતા.

આ સમારોહ બાદ તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સાધુ- સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંતોને પુરી જ્યારે સંતોને શીરો ભોજનમાં પીરસ્યો હતો. સોલા ભાગવત ના ઋષિકુમારોએ પણ સાધુ-સંતોને ભોજન પીરસ્યું હતું. જ્યારે ઋષિકુમારોને ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભોજન પીરસ્યું હતું.

મુખ્યમંત્રીએ સંતોને પુરી જ્યારે સંતોને શીરો ભોજનમાં પીરસ્યો હતો
મુખ્યમંત્રીએ સંતોને પુરી જ્યારે સંતોને શીરો ભોજનમાં પીરસ્યો હતો

નરેન્દ્રભાઈને મહર્ષિનું પદ આપીએ તો પણ ઓછું છેઃ નૌતમ સ્વામી
ધર્માંચાર્ય આશીર્વાદ સમારોહમાં પ.પૂ નૌતમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે આપણે ભાગ્યશાળી છીએ અને ગુજરાત ભાગ્યશાળી છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા. જે રીતે નિર્દયી રીતે સંસ્કૃતિને કચડવામાં આવી હતી. હિન્દુ સમાજ ગર્વ લે છે કે આમાંથી બહાર લાવ્યા છે. કાશીનાથ કોરિડોર બનાવ્યું છે. આ ભવ્ય કામ જ્યારે કામ કર્યું છે ત્યારે સરદાર પટેલ બાદ ભારતને નરેન્દ્રભાઈ મળ્યા છે. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આ પુરુષ રાજશ્રી કહી શકાય. મહર્ષિનું પદ પણ તેમને આપીએ તો ઓછું છે. તમામ સંતોએ હર હર મહાદેવ કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પણ સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પણ સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું

ઈસ્લામિક ધરતી પર બની રહ્યું છે: અક્ષરવત્સલ સ્વામી
BAPSના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, સાબરમતી કાંઠે વિરલ દ્રશ્ય છે. નદીઓનો બમહા સંગમ રચાયો હોય તેવું દેખાય છે. અનેક યુગોથી ગંગા પ્રવાહિત થાય છે. ગંગા અને બાબા વિશ્વનાથનું મિલન થાય તેનું ભારત રાહ જોતો હતો. રાજશ્રી, મહર્ષિ હતા અને છે. તેઓ ભાગીરથ છે. ભારતને અનંત વિકાસકાર્યોની જરૂર છે. યુગોથી ભારત જેની રાહ જોતા હતા એવા નરેન્દ્ર મોદી ગુજરાતનું ગૌરવ છે. વડાપ્રધાને UAEના રાજાને વિનંતી કરી અને ઈસ્લામિક ધરતી પર મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને મંદિર બની રહ્યું છે. મહંત સ્વામી અને BAPS વતી અને સંતો વતી અભિનંદન આપું છું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ સમારોહમાં પહોંચ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ સમારોહમાં પહોંચ્યા

નરેન્દ્ર મોદી અધ્યાત્મ નેતાઃ માધવપ્રિય સ્વામી
માધવપ્રિય સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આજે મા સાબરમતી આંનદથી હિલોળે છે. આજે ઐતિહાસિક સાધુ સંમેલન થયું છે. એક સાધુના આશીર્વાદ મળે તો કામ થઈ જાય. વડાપ્રધાનને 1000 સંતોના આશીર્વાદ મળે છે. વડાપ્રધાન અભિમન્યુ નથી પણ અર્જુન છે. તમામ કોઠાને વીંધી નાંખે એવી શક્તિ ભગવાને આપી છે. 1000 વર્ષથી ભારતમાં અયોઘ્યા દીપ જલ્યો ન હતો. અત્યારે 1 લાખ દિવડા પ્રગટ્યા એ માટે લાખ લાખ અભિનંદન. અમે રાષ્ટ્ર પુરુષ નથી કહેતા પરંતુ અધ્યાત્મ નેતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઇ શાહ એટલે ચંદ્રગુપ્ત અને ચાણક્ય ભારતને આપ્યા છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો ભવ્ય આશીર્વાદ સમારોહ
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો ભવ્ય આશીર્વાદ સમારોહ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં યોજાઈ રહેલા ધર્માંચાર્ય આશીર્વાદ સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં છે. જેમાં અનેક લોકો માસ્ક વગર બેઠા છે. દરેક વોર્ડના કાઉન્સિલરોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર કાર્યક્રમમાં લાવવામાં આવ્યા છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસના ધજાગરા ઉડાવતાં હોય તેમ લોકો જોડે માસ્ક વગર બેઠા છે ત્યારે આ કાર્યક્રમથી કોરોનાં અમદાવાદમાં વધુ ફેલાઈ શકે છે. આ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ),નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પ.પૂ લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા છે.

સમારોહમાં આવેલા સાધુ-સંતોને માસ્ક આપવામાં આવ્યાં
સમારોહમાં આવેલા સાધુ-સંતોને માસ્ક આપવામાં આવ્યાં
તમામ સાધુ સંતોને માસ્ક, શાલ અને ખેસ આપવામાં આવ્યો
તમામ સાધુ સંતોને માસ્ક, શાલ અને ખેસ આપવામાં આવ્યો
સમારોહમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા
સમારોહમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા
અન્ય સમાચારો પણ છે...