તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખો પ્રયાસ:સેપ્ટના એલમ્નાઇએ પટ્ટચિત્ર, કલમકારી, ગોંદ પેઈન્ટિંગનું ડિજિટલ ક્રિએશન કર્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેપ્ટના ‘સ્ટોરીટેલિંગ વિથ ઇન્ડિયન ફોક આર્ટ’ના એલમ્નાઇની અંકિત પટેલે ઈન્ડિયન આર્ટ ફોર્મ તથા હેરિટેજ અને વારસાનું જતન કરવાના પ્રયાસરૂપે તેનું ડિજિટલ ક્રિએશન કર્યું છે. ‘શ્રી રંગમ - કલર્સ ઑફ ડિવોશનલ સર્વિસ’ ડિજિટલ પ્લેટફોર્મ પર આર્ટિસ્ટે ટ્રેડિશનલ ઈન્ડિયન આર્ટ ફોર્મ જેમ કે પટ્ટચિત્ર, કલમકારી, ગોંદ પેઈન્ટિંગ, મોર્ડન આર્ટ બનાવ્યા છે.

સેપ્ટમાં અભ્યાસ કરતી વખતે અંકિતે અમદાવાદની ગુફામાં પ્રખ્યાત આર્ટિસ્ટના એક્ઝિબિશનમાં જોયેલા પેઈન્ટિંગ્સ પરથી પ્રેરણા લઈને આર્ટફોર્મને ડિજિટલ પ્લેટફોર્મ પર બનાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં ડિજિટલ પ્લેટફોર્મ પર કરેલા આર્ટફોર્મને અંકિત પેપર અને કાપડ પર પણ કંડારે છે.

ખૂબ ઝીણવટવાળા આ આર્ટ બનાવવા માટે અંકિતને એક આર્ટવર્ક માટે એક મહિના જેટલો સમય લાગ્યો હતો. અત્યાર સુધી તેણે 25 જેટલા આર્ટવર્ક ડિજિટલી બનાવ્યા છે.

આર્ટવર્ક માટે સ્કિલ્સ કરતા ઓબ્ઝર્વેશનનું મહત્વ
ઈન્ડિયન આર્ટફોર્મ, હેરિટેજ, ફોક આર્ટ વગેરે પરંપરાગત આર્ટ છે. જે હવે ફરી ટ્રેન્ડમાં આવી રહી છે. વિઝ્યુઅલ એક્સપિરિયન્સ અને આર્ટવર્ક કરવા માટે સ્કિલ્સ કરતા ઓબ્ઝર્વેશન વધારે મહત્વનું છે. -અંકિત પટેલ

અન્ય સમાચારો પણ છે...