લોકોને રાહત:કેન્દ્રીય પેન્શનર્સ હયાતીનું પ્રમાણપત્ર ઘરે બેઠા મોકલી શકશે, ધક્કો નહીં ખાવો પડે

અમદાવાદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • વૃદ્ધાવસ્થાને કારણે બેન્ક કે પોસ્ટનો ધક્કો નહીં ખાઈ શકતા લોકોને મોટી રાહત

કેન્દ્ર સરકારે તેના પેન્શનર માટે હયાતીનું પ્રમાણપત્ર હવે ઘરેબેઠાં મોબાઈલથી સબમિટ કરી શકાય તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ નિર્ણયથી દેશભરમાં અંદાજે 1 કરોડ પેન્શનરને લાભ થશે. અત્યાર સુધી પેન્શનરે દર વર્ષના નવેમ્બરમાં હયાતીનું પ્રમાણપત્ર ફિઝિકલ સ્વરૂપે રજૂ કરવું પડતું હતું. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન ડિપાર્ટમેન્ટે એવું સોફ્ટવેર બનાવ્યું છે જે પેન્શનરનો આધાર નંબર અને બાયોમેટ્રિક ડિટેઈલ વાંચી નોંધ કરી લેશે.

ફેસ રેકગ્નિશન સર્વિસનો વિકલ્પ પેન્શનરોને આપવામાં આવ્યો છે. મોટાભાગના પેન્શનરો વૃદ્ધ હોવાથી પેન્શન ઓફિસમાં શારીરિક રીતે મુલાકાત લેવા અને હયાતીનું પ્રમાણપત્ર સબમિટ કરવા આવી શકે તેમ નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આધાર કાર્ડના ડેટાબેઝનો ઉપયોગ કરીને પેન્શનરો માટે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી શરૂ કરી છે.

મોબાઈલ એપ પરથી આ પ્રોસેસ કરવી પડશે

 • સ્માર્ટફોન પર ગૂગલ પ્લે સ્ટોર ખોલો. ત્યાં, આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરો.
 • સ્માર્ટફોનથી ફેસ ઓથેન્ટિકેશન.
 • ચહેરાની ઓળખથી ડિજિટલ પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે.
 • જીવન પ્રમાણની સત્તાવાર વેબસાઇટ પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો.
 • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, જરૂરી વિગતો ભરો અને તમારા ચહેરાને સ્કેન કરો.
 • પ્રક્રિયામાં, ઉપકરણની મદદથી, પેન્શનરને DLC જનરેશન સાથે પ્રમાણિત કરાય છે.
 • ઉપકરણની મદદથી પેન્શનરનાં ચહેરાનો લાઇવ ફોટો સ્કેન કરો.
 • સબમિટ વિકલ્પ પર ક્લિક કરો.
 • આ પછી તમારા દ્વારા આપવામાં આવેલા ફોન નંબર પર એક મેસેજ આવશે અને DLC ડાઉનલોડ કરવાની લિંક આવશે.
અન્ય સમાચારો પણ છે...