તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારનું સોગંદનામું, કેન્દ્ર 3 લાખ 7 હજાર રેમડેસિવિર ઉપલબ્ધ કરાવશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસ સંક્રમણની વકરેલી સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી સુઓમોટો પિટિશનમાં કેન્દ્ર સરકારે સોગંદનામું કર્યું છે. 2 મેના રોજ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક મળી હતી. મેડિકલ ઓક્સિજનની વધતી જરૂરિયાતો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. નાઇટ્રોજન પ્લાન્ટ્સને ઓક્સિજન પ્લાન્ટમાં તબદીલ કરી વધુ મેડિકલ ઓક્સિજન મેળવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારના નાઇટ્રોજન પ્લાન્ટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઝ આડેન્ટીફાય કરવામાં આવી છે.

નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટીમ અમદાવાદમાં ડિપ્લોય ​​​​​​​જ્યારે ઓપરેશન સમુદ્રસેતુ II અંતર્ગત નૌકાદળના સાત જહાજો કાર્યરત છે. વિદેશોમાંથી લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભરેલા ક્રાયોજેનિક કન્ટેનર અને અન્ય મેડિકલ ઇક્વિપમેન્ટ લાવવામાં 7 જહાજ કાર્યરત છે. ​​​​​​​કોરોના મહામારીની લડાઈમાં નૌકાદળના 57 સભ્યોની મેડિકલ ટીમ અમદાવાદમાં ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ 4 ડોક્ટર્સ, 7 નર્સ, 20 પેરામેડિકલ સ્ટાફ અને 20 સપોર્ટ સ્ટાફ ડિપ્લોય કરાયા છે.

1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રેટર લેવાની મંજૂરી આપી
​​​​​​​​​​​​​​પ્રધાનમંત્રીએ પી.એમ. કેર ફંડમાંથી 1 લાખ પોર્ટેબલ ઓક્સિજન કોન્સ્ટ્રેટર લેવાની મંજૂરી આપી છે. અગાઉ મંજૂર થયેલા 713 PSA પ્લાન્ટ ઉપરાંત નવા 500 પ્લાન્ટને પીએમ કેર ફંડમાંથી મંજૂરી અપાઈ છે. 21 એપ્રિલથી 9 મે સુધીમાં કેન્દ્ર ગુજરાતને રેમડેસિવિરના 307000 ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવશે. વિદેશી કંપનીઓ પાસેથી 4,50,000 રેમડેસિવિર લેવા માટે ભારત સરકારની કંપની HLL લાઈફ કેર લિમિટેડે ઓર્ડર આપ્યો છે.

ગુજરાતમાં સોમવારે 12,820 કેસ અને 140ના મોત
રાજ્યમાં ત્રણ મેના રોજ કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 11,999 રહી છે. તો નવ દિવસ બાદ 150થી ઓછા કેસ નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 કેસ નોંધાયા હતા, આજે રિક્વરી રેટ સુધરીને 74.46 ટકા થયો છે.1,47,499 એક્ટિવ કેસ અને 747 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 7 હજાર 422ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,648 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર275 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,47,499 એક્ટિવ કેસ છે, જેમાંથી 747 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,46,752 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...