તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ગુજરાત વિદ્યાપીઠની સર્ચ કમિટીમાં કેન્દ્ર સરકારે સેન્ટ્રલ-ડિમ્ડ યુનિ.ના મેમ્બર મુકવાને બદલે GTUના કુલપતિની નિમણૂંક કરી

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • રાજેન્દ્ર ખીમાણીની વિદ્યાપીઠના નવા કુલનાયક તરીકે પસંદગી કરાઈ હતી

ગૂજરાત વિદ્યાપીઠના નવા કુલનાયક માટેની સર્ચ કમિટીના વિવાદમાં એક નવુ જ સમીકરણ સામે આવ્યુ છે. વિદ્યાપીઠે રચેલી ચેરમેન સહિતની ત્રણ સભ્યોની સર્ચ કમિટીમાં કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે મુકવાના થતા સભ્યમાં ગુજરાતના મુખ્યમંત્રીના નજીકના ગણાતા અને ભાજપ-સંઘ સાથે ઘરોબો ધરાવતા GTUના કુલપતિની નિમણૂંક કરી છે. આમ હવે કોંગ્રેસની વિચારધારાને વણેલી ગાંધીજી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ભાજપ-કોંગ્રેસનું રાજકારણ ગરમાશે તેવી ચર્ચા હાલ શિક્ષણ જગતામાં ફેલાઈ છે. ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તરીકે ડૉ.અનામિક શાહની બીજી વારની ટર્મ 31 ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે.
રાજેન્દ્ર ખીમાણીની નવા કુલનાયક તરીકે પસંદગી કરાઈ હતી
નવા કુલનાયકની નિમણૂંક માટે ગત વર્ષે વિદ્યાપીઠે જે સર્ચ કમિટી નીમી હતી તેમાં ચેરમેન અને બે સભ્ય સહિત ત્રણ મેમ્બર કમિટી મંડળ દ્વારા રચવામા આવી હતી. 2019ના યુજીસીના ડિમ્ડ યુનિ.ઓ માટેના નિયમો મુજબ વિદ્યાપીઠે સર્ચ કમિટીમાં ચોથા મેમ્બર તરીકે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના પ્રતિનિધિ પણ મુકવા પડે. પરંતુ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પોતાના મંડળના નિયમો મુજબ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ વગર સર્ચ કમિટી નિમી દેવાઈ હતી અને ઉમેદવારોના બાયોડેટા-અરજીઓ મંગાવી તેમજ સ્ક્રૂટિની કરીને ત્રણ નામો પસંદ કરી કુલપતિને સબમીટ કરી દેવાયા હતા.આ ત્રણ નામોમાંથી રાજેન્દ્ર ખીમાણીની નવા કુલનાયક તરીકે પસંદગી કરાઈ હતી.
રાજેન્દ્ર ખીમાણીની નવા કુલનાયક તરીકે પસંદગી થતાં વિરોધ ઉભો થયો હતો
જેમની સામે અનેક ફરિયાદો છે તેવા વિદ્યાપીઠના પૂર્વ રજિસ્ટ્રાર ડૉ.ખીમાણીની કુલનાયક તરીકે પસંદગી થતા વિદ્યાપીઠમાં આંતરિક વિરોધ ઉભો થયો અને સર્ચ કમિટીની સમગ્ર પ્રક્રિયા સામે યુજીસીને-કેન્દ્ર સરકારને ફરિયાદ કરાઈ હતી.ત્યારબાદ યુજીસીએ વિદ્યાપીઠને નોટિસ આપીને સર્ચ કમિટીની સમગ્ર પ્રક્રિયા સ્થગિત કરવા આદેશ કર્યો હતો. વિદ્યાપીઠે સમગ્ર પ્રક્રિયા સ્થગિત કરતા ખીમાણીની નિમણૂંક પડતી મુકાઈ ગઈ અને 31 ડિસેમ્બર બાદ ઈન્ચાર્જ કુલનાયક તરીકે અનામિક શાહને જ એક્સટેન્શન આપી દેવાયુ હતું.
નવિન શેઠ ગુજરાતમાં ભાજપ સરકારના ખાસ ગણાય છે
દરમિયાન વિદ્યાપીઠે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ માટે કરેલી દરખાસ્ત અંતર્ગત કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આજે પોતાના પ્રતિનિધિ મેમ્બર તરીકે ગુજરાતની સૌથી મોટી સરકારી ટેકનિકલ યુનિ. એવી GTUના કુલપતિ નવિન શેઠની નિમણૂંક કરી છે. રાજ્યની કે રાજ્ય બહારની સેન્ટ્રલ યુનિ. કે ડિમ્ડ યુનિ.માંથી કોઈ મેમ્બર મુકવાને બદલે રાજ્ય સરકારની જ સ્ટેટ યુનિ.માંથી સભ્ય મુકાતા હવે વિદ્યાપીઠની નિમણૂંકમાં નવુ જ સમીકરણ રચાયુ છે.કારણકે નવિન શેઠ ગુજરાતમાં ભાજપ સરકારના ખાસ ગણાય છે. જો તેઓ ઈચ્છે તો સર્ચ કમિટીએ મંગાવેલા તમામ નામો અને ડૉ.ખીમાણીની પસંદગી સહિતની પ્રક્રિયા સામે વિરોધ કરી ફરીથી નામો મંગાવવા મત આપી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો